<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

ગુજરાતમાં ઠંડી અને માવઠાની શક્યતા:6 ડિસેમ્બરથી વાતાવરણમાં મોટો ફેરફાર આવી શકે: અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલે ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠા બાદ હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી કરી

અમદાવાદ :હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ઉત્તર – પૂર્વ પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ તાપમાન કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા નહીં મળે. તેમજ કેટલાક વિસ્તારોમાં સવાર- રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળશે. તેમજ બપોરના સમયે ગરમનો અહેસાસ થાય તેવી આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં ઠંડી અને માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. 6 થી 10 ડિસેમ્બર વચ્ચે વાતાવરણમાં મોટો ફેરફાર આવી શકે છે. તેમજ 18 ડિસેમ્બરની આસપાસ કેટલાક વિસ્તારોમાં માવઠું પડે તેવી આગાહી કરી છે. તો 20 ડિસેમ્બરથી ઉત્તર ભારતમાં હીમ વર્ષા થવાના કારણે ગુજરાતમાં ગોત્રો થીંજવતી ઠંડીની આગાહી કરી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠા બાદ હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી કરી છે.

(11:46 AM IST)