<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

વાવ થરાદના ધરણીધરના નાળોદર ગામ નજીકની કેનાલમા ગાબડુ : નહેરનું પાણી વાવેતર કરેલા એરંડા સહિતના પાક પર ફરી વળ્યું

ભટાસણા ગામની સીમમાં 15 ફુટથી વધુનું ગાબડુ પડ્યું હતું. આજે નાળોદર ગામની સીમમાં પડ્યું કેનાલમાં ગાબડુ

વાવ થરાદના ધરણીધર તાલુકાના નાળોદર ગામ નજીકની  કેનાલમા ગાબડુ પડ્યું છે. કેનાલ ઓવરફ્લો થઈની તૂટી હોવાનું અનુમાન સ્થાનિકો લગાવી રહ્યાં છે. વધુ પડતું પાણી કેનાલમાં છોડવામાં આવતા કેનાલ ઓવરફ્લો થઈ. કેનાલમાં ગાબડું પડતાં નજીકના ખેતર માલિક ખેડતને નુકશાન થયું છે. ગાબડામાંથી નહેરનું પાણી વાવેતર કરેલા એરંડા સહિતના પાક પર ફરી વળ્યું. ગઈકાલે સુઈગામ તાલુકાના ભટાસણા ગામની સીમમાં 15 ફુટથી વધુનું ગાબડુ પડ્યું હતું. આજે નાળોદર ગામની સીમમાં કેનાલમાં ગાબડું પડ્યું  છે 

(1:11 PM IST)