હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાનું મરણોન્મુખ નિવેદન લેવા મેજિસ્ટ્રેટ નહીં જતાં હાઇકોર્ટે આકરી ઝાટકણી કાઢી
હાઇકોર્ટે ટકોર કરી હતી કે, મારી કારકિર્દીમાં મેજિસ્ટ્રેટની આટલી ગંભીર બેદરકારી જોઇ નથી. આટલી અસંવેદનશીલ વ્યકિતને સંવેદનશીલ કામગીરી કેવી રીતે સોંપી શકાય? સદનસીબે પરિણીતા જીવે છે પરતું જો મૃત્યુ પામી હોત તો કેસની તપાસનું શું થાય? :મેજિસ્ટ્રેટે માફી માગી હતી પરંતુ કોર્ટે માફ કરવાને બદલે તેમને લેખિતમાં ખુલાસો કરવા આદેશ કર્યો

અમદાવાદ સોલામાં રહેતી પરિણીતાએ દહેજના ત્રાસથી ફિનાઈલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને સોલા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. કાયદા પ્રમાણે આત્મહત્યાનો પ્રયાસ કરનારનું મેજિસ્ટ્રેટ મરણોન્મુખ નિવેદન લેવા જતા હોય છે. આ કેસમાં મેજિસ્ટ્રેટ પરિણીતાનું મરણોન્મુખ નિવેદન લેવા ન જતાં હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
જસ્ટિસ વિમલ વ્યાસે મેજિસ્ટ્રેટનો ઉધડો લીધો હતો. કહ્યું કે, હોસ્પિટલ ગયા વિના એન્ડોર્સમેન્ટ કેવી રીતે આપી શકો? સોલા સિવિલ પોલીસના તપાસનીશ અધિકારીએ મેજિસ્ટ્રેટને મરણોન્મુખ નિવેદન લેવા માટે બોલાવ્યા હતા તમે કેમ ના ગયા? હોસ્પિટલ ગયા વગર મેજિસ્ટ્રેટે એવું જણાવ્યું હતું કે, મહિલા મરણપથારીએ નથી પણ જો મરણપથારીએ પહોંચે તો મને બોલાવજો. જો મેજિસ્ટ્રેટ આ મામલે સંતોષકારક ખુલાસો નહીં કરી શકે.
મુળ સુરેન્દ્રનગરની મહિલાના લગ્ન 12 વર્ષ પહેલા મહેસાણા ખાતે થયા હતા. લગ્ન બાદ તેના પતિ અને સાસરિયાઓ દહેજ લઈ આવવા સતત માનસિક ત્રાસ આપતા હતા. સહન ન થતાં મહિલાએ પિયરમાં આવીને ફિનાઇલ ગટગટાવ્યું હતું. તેના માતા તેને લઈને સોલા સિવિલ હોસ્પિટલ ગયા હતા જ્યાં તેને દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ કરતા પોલીસે મેજિસ્ટ્રેટને મરણોન્મુખ નિવેદન લેવા માટે બોલાવ્યા હતા. પરંતુ મેજિસ્ટ્રેટે પોતાની ઓફિસમાં બેસીને એવું એન્ડોર્સમેન્ટ આપ્યુ હતુ કે, મહિલા મરણપથારીએ નહી હોવાથી નિવેદન લેવા જવાની જરૂર નથી. હોસ્પિટલમાં તેમને સૂચના આપી હતી કે જો મહિલા મરણ પથારીએ આવે તો મને જાણ કરજો. તો રૂબરૂ કોર્ટમાં હાજર કરવા આદેશ કરાયો છે.તેમ ગુજરાતી ચેનલ નોંધે છે
હાઇકોર્ટે ટકોર કરી હતી કે, મારી કારકિર્દીમાં મેજિસ્ટ્રેટની આટલી ગંભીર બેદરકારી જોઇ નથી. આટલી અસંવેદનશીલ વ્યકિતને સંવેદનશીલ કામગીરી કેવી રીતે સોંપી શકાય? સદનસીબે પરિણીતા જીવે છે પરતું જો મૃત્યુ પામી હોત તો કેસની તપાસનું શું થાય? આકરી ઝાટકણી બાદ મેજિસ્ટ્રેટે માફી માગી હતી પરંતુ કોર્ટે માફ કરવાને બદલે તેમને લેખિતમાં ખુલાસો કરવા આદેશ કર્યો છે. એક સપ્તાહમાં મેજિસ્ટ્રેટ લેખિતમાં સંતોષકારક ખુલાસો નહીં કરે તો તેમને હાઇકોર્ટમાં હાજર થવું પડશે.
મરણોન્મુખ નિવેદન પીડિત વ્યકિતનો સીધો પુરાવો ગણાતો હોવાથી કોર્ટ તેને સૌથી મહત્વનું નિવેદન ગણવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના અનેક કેસમાં જ્યારે પીડિત વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે તે પહેલા લેવાયેલી મરણોન્મુખ નિવેદનને આધારે આરોપીને સજા અપાય છે.
ઇન્ડીયન એવીડન્સ એક્ટ 1872 ની કલમ 32(1) હેઠળ મરણોન્મુખ નિવેદન કેસનો સૌથી મોટો આધારભૂત પુરાવો ગણાય છે. મરણોન્મુખ નિવેદન લીધા પહેલા વ્યક્તિ અવસાન પામે તો મૃત્યુના કારણ અને જવાબદાર વ્યકિત શોધવા પડે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
