હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૭ માસમાં ડ્રગ્સ સહિતના ૭ કેસ પહેલા ચાલુ વર્ષમાં ૩૨ કેસ સહિત કરોડોનો મુદામાલ આ રીતે પકડાયો છે
નવી પેઢીને નશાની ગર્તામાં ધકેલાતી અટકાવવા માટે સીબીઆઈ બેક ગ્રાઉન્ડ ધરાવતા વડોદરા સીપી નરસિંહમા કોમારના અનુકરણીય અભિયાનની શહેરના લોકો સાથે ગૃહહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા પણ લેવામાં આવી છે : બરોડા સીપી દ્વારા દરેક પોલીસ મથકમાંથી બબ્બે ચુનંદા સ્ટાફની પસંદગી કરી, પોલીસ હેડ કવાટરમાં જાતે મિટિંગ રાખી, જાતે તાલીમ આપવા સાથે ફુલ પ્રુફ પુરાવા સાથે કેસ કેમ કરવા? તેનું જ્ઞાન પણ આપવામાં આવ્યું છે....ભીતરની કથા : ક્રાઇમ બ્રાન્ચ પણ એક્ટિવ મોડમાં મૂકવામાં આવી છે, જોઇન્ટ સીપી ડો.લીના પાટીલ, ડીસીપી હિમાંશુ વર્માના માર્ગદર્શનમાં પીઆઇ આર .જે જાડેજા ટીમ પણ આરોપીઓ પકડી લાવે છે

રાજકોટ તા. સીબીઆઇ બેક ગ્રાઉન્ડ ધરાવતા અને આખા રાજ્યની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનો લો એન્ડ ઓર્ડર વડા તરીકે ઊંડો અભ્યાસ કરનાર વડોદરા પોલીસ કમિશનર નરસિંહમા કોમાર ખૂબ અભ્યાસુ , દૂરંદેશી, અને સ્વચ્છ છબી ધરાવતા IPS છે.
આ સંસ્કારી નગરીને સુરક્ષિત રાખી ભાવિ પેઢીને નશાની ગર્તામાં ધકેલાતી અટકાવવા માટે આખું અભિયાન તૈયાર કરી એને આ માટે દરેક પોલીસ મથકમાંથી ખૂબ ચુનંદા બબ્બે સ્ટાફની પસંદગી કરી અને તેમને વિશેષ તાલીમ જાતે આપી અને તેના અદભુત પરિણામ મળ્યા છે.
ગઇ તા.૧૧/૧૧/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસ પોલીસ કમિ‘ર નરસિમ્હા કોમાર સા શ્રી દ્વારા પોલીસ હેડકવાટર ખાતે એક તાલીમનું આયોજન કરવામાં આવેલ જેમાં જે.સી.પી.સા.શ્રી તેમજ તમામ ડી.સી.પી.શ્રીઓ, એ.સી.પી શ્રીઓ, પોલીસ સ્ટેશનના પી.આઇ. શ્રીઓ તથા તેમની NDPS ના કામગીરી કરવા માટે ફાળવવામાં આવેલ બે-બે કર્મચારીશ્રી નાઓ હાજર રહેલા અને જેમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર સા શ્રી દ્રારા NDPS માટેની માહીતી કેવી રીતે મેળવવી તેને કેવી રીતે દાખલ કરવો. વીગેરે બાબતે વિગતવાર સુચના અને માર્ગદશન આપવામાં આવેલ. જે આધારે વડોદરા શહેર પોલીસ દ્રારા માત્ર ૧૭ દિવસમાં એન.ડી.પી.એસ ના કુલ ૧૩ કેસ કરવામાં આવેલ જેમાં ૧૭ આરોપી ને અટક કરવામાં આવેલ અને કુલ કિ.રૂ.૧૧,૫૬,૯૧૨/-નો ડ્રગ્સનો મુદામાલ તેમજ અન્ય મુદામાલ મળી કુલ્લે કિ.રૂ.૨૩,૬૪,૫૩૨/- નો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે.
જેથી વડોદરા શહેર પોલીસ કમિ‘ર નરસિમ્હા કોમાર સા શ્રી નાઓના પ્રયાસો, માર્ગદર્શન અને સુયના આધારે વડોદરા શહેર પોલીસ દ્રારા ડ્રગ્સના દુષણોને દુર કરવા ઓપરેશન ક્રેક ડાઉન કરવામાં આવેલ છે.
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.આર.જી.જાડેજા, પોલીસ ઇન્સ.એચ.ડી.તુવર અને પોલીસ ઇન્સ. એન.જી.જાડેજા નાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સપેકટર એસ.ટી.સાંડસુર નાઓની ટીમને બાતમીદારથી બાતમી મળેલ કે, હુજરાત ટેકરા શેરઅલીબાવાની દરગાહ પાસેબીજા માળે, રહેતો સાહીદ ઉર્ફે ભુરીયો ઝાકીરભાઇ શેખ નામનો ઇસમ પોતાના ઘર પાસે એમ.ડી.ડ્રગ્સનો જથ્થો પોતાના કબ્જામાં રાખી ગ્રાહકોને છુટકમાં વેચાણ કરે છેઙ્ઘ તેવી બાતમી આધારે ટીમના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા સદર જગ્યાએથી ઇસમ નામે સાહીદ ઉર્ફે ભુરીયો ઝાકીરભાઇ શેખ ઉ.વ.૩૨ રહે.હુજરાત ટેકરા, શેર અલી બાવાની દરગાહ પાસે,વડોદરાને શોધી કાઢી સદર ઇસમની અંગઝડતીમાંથી ઓપ્પો મોબાઇલ ફોન તેમજ પ્લાસ્ટીકની ઝીપલોકવાળી થેલીમા સફેદ કલરનો પાઉડર મળી આવતા. આ સફેદ કલરના પાઉડરના ઙ્કાથમિક પરીક્ષણ તથા અભિપ્રાય મેળવવા એફ.એસ.એલ.અધિકારીશ્રી મારફતે મેફેડ્રોન આઇડેન્ટીફિકેશન કિટ વડે પરીક્ષણ કરતા મેફેડ્રોન ડ્રગ્સ હોવાનુ જણાયેલ. તેમજ નેટ વજન ૨ ગ્રામ ૮૦ મીલી ગ્રામ કિ.રૂ.૬,૨૪૦/-ગણી લઇ. સદર ઇસમને આ મેફેડ્રોન ડ્રગ્સ કયાંથી, કોની પાસેથી લાવેલ તેમજ કોને આપવાનુ હતુ તે બાબતે પુછપરછ કરતા પોતે સુરત શહેરના અમરોલી ખાતે રહેતા સાજીદ પટેલ પાસેથી લાવી તેમાંથી નાની નાની પડિકીઓ બનાવી ચોરીછુપીથી છુટકમા ગ્રાહકોને વેચતો હોવાની હકિકત જણાવતા. સદર ઇસમ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ, ઓપ્પો મોબાઇલ ફોન તેમજ ઘરની લાઇટબીલ તપાસ અર્થે કબ્જે કરી આ પકડાયેલ ઇસમ સામે NDPS એકટ અન્વયે કાયદેસર કાર્યવાહી કરી ગુનો રજી.થવા તથા આગળની તપાસ માટે સીટી પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
સાત માસમાં સાત કેસ કરનાર વડોદરા પોલીસે આ પહેલા ડ્રગ્સ, હાઈ બ્રીડ ગાંજાના ૩૨ કેસ કરતા ગાંધીનગર સુધી અર્થાત્ ગ્રહ મંત્રી દ્વારા નોંધ લેવામાં આવી છે.
પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર દ્વારા આ માટે ડ્રગ્સ,ગાંજો જેવા કેસની તમામ માહિતી પોલીસ મથક અને બ્રાંચોમાંથી મેળવી તેનો ચાર્ટ તૈયાર કરી તેનો અભ્યાસ થાય છે આની જવાબદારી SOG પોલીસ ઇન્સ્પેક્ટર શેલેષ રાતડાને સુપ્રત થયેલ છે.ચાલુ વર્ષ દરમિયાન પોલીસ કમિશનરના આ જોરદાર અભિયાનથી ૩૨ કેસો આ પહેલા થયેલ છે.૫૬ આરોપી સાથે પોણા બે કરોડથી વધુનો. મુદામાલ ઝડપ્યો છે, આ બાબતની.નોંધ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા હર્ષભેર લેવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
