હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૨૨ વર્ષથી વોન્ટેડ મોસ્ટ વોન્ટેડ, મૂળ ઓરિસ્સાના આરોપી પણ ક્રાઈમ બ્રાન્ચની પક્કડમાં
જોઇન્ટ સીપી રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શનમાં અને ડીસીપી ભાવેશ રોજિયાના નેતળત્વમાં તેમની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ મોદી અને ક્રાઈમ બ્રાન્ચ પી.આઇ. જે. જી.પટેલ વિગેરેને મોટી સફળતા : ડીસીપી રાજદીપસિહ નકુમ અને pcb પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ સુવેરાને પણ પોલીસ કમિશનર દ્વારા મહત્વની જવાબદારીઓ અને સંકલન સોંપાયું છે : ૨૫ વર્ષ અને ૨૦ વર્ષથી વોન્ટેડ ૨૬ આરોપીઓ પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતના ઓપરેશન વોન્ટેડ અભિયાન હેઠળ પકડાયા પછી સુરત પોલીસ નિરાંતની શ્વાસ લેવા તૈયાર નથી

રાજકોટ તા.૨૮: આરોપી ગુન્હો કરી સુરત શહેર પોલીસના તાપથી બચવા શહેર કે રાજ્ય છોડી જાય તે પોલીસની ધાક કહેવાય, પરંતુ મને એટલાથી સંતોષ નથી, આરોપીઓ ગુન્હો કર્યા બાદ વોન્ટેડ હોય અને મારા કાર્યકાળમાં ગુન્હો ન બન્યો હોય તો પણ તે બિન્દાસ્ત ફરે એ પોલીસની નાલેશી ગણાય, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતન આ એકજ વાકય પરથી સુરત PCB/ ક્રાઇમ બ્રાન્ચ/ sog સહિત સ્થાનિક પોલીસ એક્ટિવ મોડમાં આવી છે.
અનુપમસિંહ ગેહલોત અને જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શન હેઠળ ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયા અને sog ડીસીપી રાજદીપસિંહ નકુમ આખું સુપરવિઝન સંભાળી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત PCB પોલીસ ઇન્સ્પેક્ટર આર. એસ. સુવેરા મહત્વનો રોલ નિભાવી રહ્યા છે.
દરમ્યાન કાઇમ બ્રાંચની ટીમને બાતમી હકીકત મળેલ કે, ‘એક મમતાદેવી કુમાવત નામની મહિલા અને તેનો પતિ રાકેશ કુમાવત નાઓ સુરત શહેર અને બહારના રાજ્યમાં આવેલ કાપડ માર્કેટોમાં દુકાનો ખોલી શરૂઆતમાં પોતાની પેઢીની શાખ ઉભી કરવા માટે કાપડ માર્કેટના ધંધાના નિયમ મુજબ સમયસર પેમેન્ટ ચુકવી વેપારીઓનો વિશ્વાસ જીતી લઇ તે બાદ કરોડો રૂપિયાનો માલ ખરીદ કરી દુકાનો બંધ કરી નાશી જઇ ચિટીંગના ગુનાઓ આચરવાની ટેવ વાળા છે અને પોલીસ પકડથી દુર રહેવા માટે અવાર નવાર તેઓના રહેણાંક સ્થળ બદલતા આવેલ છે અને હાલમા આ બંન્ને જણા ઘર નંબર-૭૨, હરીઓમ નગર, ખોડિયાર ચોકડીની પાસે, ગોડાદરા, સુરત ખાતે પોતાના નામ બદલીને રહે છે.' એ રીતેની બાતમી હકીકત આધારે ક્રાઇમબ્રાંચની ટીમ દ્વારા આરોપીઓ (૧) મમતાદેવી W/O રાકેશ ચંદ્રરામ કુમાવત, ઉ.વ.૩૦, રહેવાસી-૭૨, હરીઓમ નગર, ખોડિયાર ચોકડીની પાસે, ગોડાદરા, સુરત, (ર) રાકેશ ચંદ્રરામ કુમાવત, ઉ.વ.૩૫, રહેવાસી-એજન નાઓને ઝડપી પાડેલ છે.
મજકુર આરોપીઓ પૈકી આરોપી મહિલા મમતાદેવી કુમાવત નીચે મુજબના ગુનાના કામે વોન્ટેડ છે. (૧) ડી.સી.બી. પોલીસ સ્ટેશન ‘એ' પાર્ટ, ગુના રજી.નંબર-૧૧૨૧૦૦૧૫૨૪૦૦૪૧/૨૦૨૪ ઇ.પી.કો કલમ-૪૦૯, ૪૨૦, ૧૨૦(બી) મુજબ. (ર) સલાબતપુરા પોલીસ સ્ટેશન ‘એ' પાર્ટ ગુના રજી.નંબર ૧૧૨૧૦૦૫૫૨૪૧૮૨૩/૨૦૨૪ ઇ.પી.કો. કલમ-૪૦૯, ૪૨૦, (૩) મુંબઇ લોકમાન્ય તીલકમાર્ગ પોલીસ સ્ટેશન ગુના રજી નંબર-૦૮૪૦/૨૦૨૪ ઇ.પી.કો.કલમ-૪૦૯, ૪૨૦, ૩૪ મુજબ ૧૧૪ મુજબ.
ઉપરોક્ત ગુનાના કામે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુનાની માહિતી મેળવી આરોપી અંગેની ખાનગી બાતમીદારો મારફતે હકીકત મેળવતા આરોપી સચિન્દ્ર ઉર્ફે સચી ઉર્ફે રાહુલ માસ્તર સાહની પાંડેસરા, બમરોલી વિસ્તારમાં લુમ્સના ખાતામાં કામ કરતો હોવાની માહિતી મળેલ જે અન્વયે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ માણસો સતત બે દિવસ સુધી પાંડેસરા, બમરોલી ઇન્ડસ્ટ્રિઝ વિસ્તારમાં આરોપી અંગે રેકી કરી માહિતી એકત્રિત કરી આરોપી સચિન્દ્ર ઉર્ફે સચી ઉર્ફે રાહુલ માસ્તર ત્રિનાથ સાહની ઉ.વ.૪૯ રહેવાસી ઘર નંબર -૨૫ વ્રજ વિહાર રેસીડેન્સી, ભેસ્તાન આવાસ પાસે, ડિડોલી, સુરત મૂળ વતન પાટીગઢ ગામ તા.પોલસરા જી.ગંજામ ઓરીસ્સા વાળાને પકડી પાડી આગળની કાર્યવાહી માટે આરોપીનો કબજો ઓરીસ્સા પોલીસને સોંપવામાં આવેલ છે.અત્રે એ યાદ રહે કે સુરત PCB એ PCB પીઆઇ આર. એસ. સુવેરા ટીમ દ્વારા નકસલવાદ પ્રભાવિત છતીશગઢના બિલાસપુર ખાતેથી હત્યાના ૨૫ વર્ષથી ફરાર આરોપી સાથે ૨૦ વર્ષ થી વધુ સમય થયા ફરાર ૨૧ આરોપીઓ પકડી પાડ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
