હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુવતીને ‘ઓનલાઇન' મુરતિયો ગોતવો મોંઘો પડ્યો
લગ્નના એક મહિનામાં જ પતિની વિચિત્ર માંગણીઓ !

અમદાવાદ, તા.૨૮: અમદાવાદઃ શહેરની એક ૩૦ વર્ષીય યુવતીને ઓનલાઇન મેટ્રિમોનિયલ સાઇટ પરથી મુરતિયો શોધી તેની સાથે લગ્ન કરવા ભારે પડ્યા છે. આ યુવતીએ લગ્ન કર્યા બાદ માત્ર એક મહિનાના સમયગાળામાં તેના પતિએ અસલી રંગ દેખાડી દીધા હતા અને લાખો રૂપિયાના ફ્લેટ તથા થાઈલેન્ડ ટ્રીપના ખર્ચ સહિત ભારે ભરખમ દહેજની માગણી કરી હતી. આટલું જ નહીં આ પીડિત યુવતીને તેના પતિએ લાખો રૂપિયા જોઈન્ટ એકાઉન્ટમાં મુકવાનું દબાણ કરી, ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી હતી, ત્યારે સમગ્ર મામલો હાલ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
વિગતવાર વાત કરીએ તો, અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારની રહેવાસી આ ૩૦ વર્ષીય યુવતી મેટ્રિમોનિયલ સાઇટના માધ્યમથી વડોદરાના સૂર્યભૂષણ કળષ્ણકુમાર તિવારી નામના વ્યક્તિ સાથે સંપર્કમાં આવી હતી, જે બાદ વાત આગળ વધતા તેઓ બંનેએ ધામધૂમથી લગ્ન કર્યા હતા. બંને પરિવારની સંમતિથી લગ્ન થયા બાદ યુવતી તેના પતિના ઘરે આવી હતી, પરંતુ લગ્નના માંડ ૩૦ દિવસ વિત્યા હતા, ત્યારે જ તેના પતિ સૂર્યભૂષણ તિવારીએ પોતાનો અસલી ચહેરો બતાવવાનું શરૂ કર્યું.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આ યુવતીનું લગ્નજીવન શરૂઆતના દિવસોમાં સારી રીતે ચાલ્યું હતું, પરંતુ એક મહિનાનો સમય વિતતા જ પતિ સૂર્યભૂષણે તેની પાસેથી વધુ સામાન અને પૈસા મંગાવવાનું શરૂ કર્યું હતું. તેણે દબાણ કર્યું કે, તારા પિતાએ ફ્લેટ લઈ આપવાનું વચન હતું, તે હજુ સુધી આપ્યું નથી. તું આ ફ્લેટ લેતી આવ અને થાઇલેન્ડ હનીમૂન ટ્રીપના તમામ ખર્ચ માટેના પૈસા પણ તું લેતી આવ, આટલું જ નહીં સૂર્યભૂષણે તેની પત્ની (ફરિયાદ યુવતી)ના ખાનગી બેંક એકાઉન્ટમાં પડેલા ૩૨ લાખ રૂપિયા જોઈન્ટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે પણ દબાણ કર્યું હતું.

આ માગણીઓ પૂરી ન થતાં સૂર્યભૂષણે તેની પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને અવારનવાર ઝઘડા થતા તેણે યુવતીને પિયર મૂકી આવ્યો હતો. જોકે એક મહિના પછી યુવતી સાસરે પરત ફરી ત્યારે પતિએ ફરી તે જ માગણીઓ કરી અને ઉગ્ર અવાજે કહ્યું કે, થાઇલેન્ડના પૈસા લાવ્યા નથી, ૩૨ લાખ જોઈન્ટ એકાઉન્ટમાં મૂકયા નથી... હવે તો આપણા લગ્ન જ નથી થયા એવું હું સાબિત કરીશ અને મેરેજ સર્ટિફિકેટ નહીં બનાવું, જો તું વધુ કાંઈ કરીશ તો હું આત્મહત્યા કરીને તને જૂઠા કેસમાં ફસાવી દઈશ.
આમ પતિની ધમકીઓ અને ત્રાસથી કંટાળીને આ યુવતીએ અમદાવાદ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે પતિ સૂર્યભૂષણ તિવારી સાથે સાસરિયાંઓ સામે દહેજ પ્રતિબંધક કાયદા હેઠળ તેમજ શારીરિકપ્રમાનસિક ત્રાસ તેમજ ધમકીના ગુના હેઠળ જ્ત્ય્ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ ઘટનાએ ફરી એક વખત ઓનલાઇન મેટ્રિમોનિયલ સાઇટ્સ દ્વારા થતા લગ્નમાં સાવચેતી રાખવાની જરૂરિયાત ઊભી કરી છે. દહેજના નામે નવવધૂને ત્રાસ આપવાની ઘટનાઓ ગુજરાતમાં સતત સામે આવી રહી છે, જે સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે.

છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 