હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અંકલેશ્વરના GIDC વિસ્તારમાં કંપનીમાં ગેસ લીકેજ : પીળો ધુમાડો ફેલાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો
કેમક્રક્ષ નામની કેમિકલ કંપનીમાં અચાનક ગેસ લીક થવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના GIDC વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. કેમક્રક્ષ નામની કેમિકલ કંપનીમાં અચાનક ગેસ લીક થવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ. કંપનીમાંથી સોડિયમ નાઇટ્રેટ ગેસ લીક થતા થોડા જ મિનિટોમાં આખા વિસ્તારમાં પીળા રંગનો ધુમાડો ફેલાઈ ગયો, જેને જોઈને આસપાસના લોકો ભયભીત થઈ ગયા.
કંપનીમાં ટેન્કરમાં સોડિયમ નાઇટ્રેટ ગેસનું લોડિંગ કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન કોઈ ટેક્નિકલ ખામી સર્જાતા ટેન્કરની લાઇનમાંથી ગેસ બહાર નીકળવા લાગ્યો. ગેસનું દબાણ વધારે હોવાથી ગેસ હવામાં ઝડપથી ફેલાઈ ગયો અને પીળા રંગનો ઘેરો ધુમાડો આસપાસના વિસ્તારમાં દેખાયો. હવામાં અચાનક આ બદલાવ આવતાં લોકો ઘરોથી બહાર નીકળી ગયા અને રસ્તાઓ પર ચિંતા અને ગભરાટનું વાતાવરણ સર્જાયું.
સ્થાનિક લોકોએ તાત્કાલિક કંપની મેનેજમેન્ટ અને સેફ્ટી ટીમને જાણ કરી. માહિતી મળતા જ કંપનીની ઇમરજન્સી સેફ્ટી ટીમ અને GIDCની ફાયર ટીમ સ્થળ પર દોડી આવી. સમગ્ર વિસ્તારને તાત્કાલિક કોર્ડન કરીને ગેસ ફેલાવાને રોકવા માટે પાણીનો છાંટો, સેફ્ટી સ્પ્રે અને ટેન્કરની લાઇન સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી. સેફ્ટી ટીમે ઘટનાસ્થળે પહોંચી માત્ર થોડા સમયમાં ગેસ લીકેજની સ્થિતિ પર કાબૂ મેળવી લીધો.
આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર બિમારીના કેસ સામે આવ્યા નથી, પરંતુ ગેસની ગંધ અને પીળો ધુમાડો જોવા મળતા લોકોને ભયનો માહોલ સર્જાયો હતો. નજીકના વિસ્તારોના રહેવાસીઓએ જણાવ્યું કે અચાનક પીળો ધુમાડો જોવા મળતા તેમને લાગ્યું કે કોઈ મોટી દુર્ઘટના બની છે. કેટલાક લોકોએ ગેસના અસરથી આંખોમાં ઝણઝણાટ અને ગળામાં ખારાશ અનુભવવાનો દાવો કર્યો, પરંતુ સ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ તબીબી ટીમે તમામને સામાન્ય સ્થિતિમાં હોવાનું જણાવ્યું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
