<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

સુરત: DGVCLની કચેરીએ પરીક્ષાને લઈને ઉગ્ર વિરોધ: આપ અને કોંગ્રેસ સાથે મળી પરીક્ષાના ઉમેદવારો મેદાને ઉતર્યા

કેમ્પસમાં ભરતી અંગે ઉમેદવારોએ ઉગ્ર વિરોધ કર્યો: પરીક્ષા બાદ ઉમેદવારોને નોકરીની ફાળવણી ન કરાતા રોષની લાગણી

સુરત: DGVCLની કચેરીએ પરીક્ષાને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે . આપ અને કોંગ્રેસ સાથે મળી પરીક્ષાના ઉમેદવારો મેદાને ઉતર્યા હતા  કચેરી કેમ્પસમાં ભરતી અંગે ઉમેદવારોએ ઉગ્ર વિરોધ કર્યો હતો . પરીક્ષા બાદ ઉમેદવારોને નોકરીની ફાળવણી ન કરાતા રોષની લાગણી જોવા મળી હતી આ વિરોધ પ્રદશર્નમાં કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ, આપ ધારાસભ્ય ચૈતર વસાવા આ વિરોધમાં જોડાયા હતા . ઉગ્ર વિરોધ સાથે DGVCLના અધિકારીઓ સાથે વાટાઘાટો કરી. DGVCLની કચેરીમાં ખાનગી ભરતી બંધ કરવાની માગ કરી હતી .

 


 

(1:17 AM IST)