<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

વડોદરામાં 7 હજારની ઉઘરાણી માટે એક વેપારીને બીજા વેપારીએ ઢોર માર માર્યો

કરિયાણાની દુકાનના વેપારીએ પૈસાની ઉઘરાણી માટે ટાયર સર્વિસની દુકાનના વેપારીને ઢસડી-ઢસડીને માર મારતા ગંભીર ઈજાગ્રસ્ત

વડોદરામાં 7 હજારની ઉઘરાણી માટે એક વેપારીને બીજા વેપારીએ ઢોર માર માર્યો હતો, આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે, આ સમગ્ર ઘટનામાં કરિયાણાની દુકાનના વેપારીએ પૈસાની ઉઘરાણી માટે ટાયર સર્વિસની દુકાનના વેપારીને ઢસડી-ઢસડીને માર માર્યો હતો , જેના કારણે તે ગંભીર ઈજાગ્રસ્ત થયો છે . હાલ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

 

(12:57 AM IST)