હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
S.G. હાઈવે પર રૂા.૫૦૦ કરોડનો જમીનનો સોદો
સોદાથી બિલ્ડર અને ડેવલપર્સ ઉત્સાહમાં: કુલ ૧૦૦૦ કરોડના આ પ્રોજેક્ટમાં ૨૦૦ રૂમની ફાઇવ સ્ટાર હોટલ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, ૪ સ્ટાર એપાર્ટમેન્ટ બંધાશે : કર્ણાવતી કલબની સામે આવેલી ૨૫૦૦૦ ચો.વાર જમીન પ્રતિ ચો.વાર દીઠ ૭ ૨ લાખના ભાવે વેચાતાં જમીનની કુલ કિંમત રૂા.૫૦૦ કરોડ ઉપર પહોંચીઃ ૨૨ લાખ ચો.વારના બાંધકામ પાછળ રૂા.૫૦૦ કરોડનો ખર્ચ થશે

અમદાવાદ તા.૨૯: ગુજરાત સરકાર કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ની જોરદાર તૈયારીઓ કરી રહી. છે એવા સમયે શહેરના એસ.જી હાઇવે ઉપર આવેલી કર્ણાવતી ક્લબની સામે અધધ... કહી શકાય એવો રૂા.૫૦૦૦ કરોડનો સોદો થતા શહેરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પુનઃ પ્રાણ ફૂંકાયો છે. આ સોદાના પગલે શહેરના ડેવલપર્સ, બિલ્ડરો એકદમ ઉત્સાહમાં આવી ગયા છે.
રિયલ્ટી ક્ષેત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના એક બિલ્ડરે પ્રતિ ચોરસવાર ઠીઠ રૂા.૨ લાખના ભાવે રૂા. ૫૦૦ કરોડની કિમત ધરાવતી ૨૫૦૦૦ ચોરસ વાર જમીનનો સોદો કર્યો છે. એસ.જી હાઇવે ઉપર આવેલી કર્ણાવતી કલબની સામે આવેલાં સર્વિસ રોડની પાછળના ભાગે આવેલી આ જમીનનો સોદો શહેરના રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે અસાધારણ સોદો ગણાય છે, કેમ કે આ જમીન રહેણાંક વિસ્તાર-૩ (R-3) ઝોનમાં આવેલી છે. કોવિડની મહામારી બાદ આ વિસ્તારનાં પ્રતિ ચો.વાર દીઠ ? ૧.૨૫થી રૂા. ૧.૫૦ લાખના ભાવે જમીનનો સોદો થયો હતો.
ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ પહેલાં ભરીને જમીનના ભાવ બે ગણા વધારી દીપા છે. R-3 ઝોનમાં આવેલાં મોટાભાગના જમીનના પ્લોટ પ્રતિ ચોરસ વાર દીઠ રૂા.લાખના ભાવે વેચાયા હતા, પરંતુ સોદાએ તો સૌથી મોટી હરણફાળ
કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઊભું કરવાની આ જમીનનો સોદો કરનાર બિલ્ડર કુલ ૧૦૦૦ કરોડના આ પ્રોજેક્ટમાં ૨૦થી ૨૨ લાખ ચો. ફૂટના બાંધકામ સાથે એક ફાઈવ સ્ટાર હોટલ અને યોજના ધરાવે છે. આ ઉપરાંત તેઓ આ કોમ્પલેક્સમાં ૪ સ્ટાર સુવિધા પરાવતા મોંઘાદાટ એપાર્ટમેન્ટ પણ બનાવવાનું વિચારી રહ્યા છે. રાજ્યની હોટલ નીતિ અનુસાર આ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે જેથી કરીને આ પ્રોજેક્ટમાં ૪ ફલોર સ્પેસ ઈન્ડેક્ષ (એફએસઆઈ) નો લાભ પણ મળરો એમ જમીનનો સોદા સાથે નજીકથી સંકળાયેલાં સૂત્રોએ કહ્યું હતું.
આ જમીન સોદાની અને તેના પર ઊભા થનારા પ્રોજેક્ટની પુષ્ટિ કરતાં બિલ્ડરે પોતાનું નામ નહીં જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે અમે આ જમીન ઉપર એક જોઇન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ઊભો કરી રહ્યા છીએ, તે ઉપરાંત જમીન માલિકને લાંબી મુદ્દતે નાણાં ચૂકવવાનો કરાર પણ અમે કર્યો છે જેના કારણે જમીનની કિમત પ્રતિ ચો.વાર રૂ. ૨ લાખ થઈ જશે અને કુલ પ્રોજેક્ટની કિમત રૂા. ૧૦૦૦ કરોડ ઉપર પહોંચી જશે એમ બિલ્ડરે ઉમેર્યું હતું.
અહીં અમે એક આંતરરાષ્ટ્રીય સ્તરનો આઈકોનિક પ્રોજેક્ટ ઊભો કરવા હાલ ઇન્ટરનેશનલ આર્કિટેક્ટની નિમણૂક કરવાની પ્રક્રિયા કરી રહ્યા છીએ. જો કે અમે સરકાર દ્વારા નિર્ધારિત ૭૦ માળની મર્યાદાનું ઉલ્લંચન કરીશું નહીં. આ પ્રોજેક્ટ કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦નો આમ થાય તે પહેલાં તૈયાર થઈ જશે એવો અમને વિશ્વાસ છે એમ તેમણે કહ્યું હતું.
આ પ્રોજેક્ટમાં ૧૨૫થી ૨૦૦ રૂમ ધરાવતી એક ફાઇવ સ્ટાર હોટલ ઊભી કરાશે. હાલમાં અમદાવાદ અને ગાંધીનગરમાં સંયુક્ત રીતે જુદા જુદા સ્થરની ૧૦ હજાર હોટલો આવેલી છે, પરંતુ તેમાં ફાઈવ સ્ટાર કક્ષાના ફક્ત ૪૦૦૦ રૂમ જ ઉપલબ્ધ છે. આગામી વર્ષોમાં શહેરમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે તે જોતાં શહેરમાં ફાઈવ સ્ટાર કક્ષાના વધુ ૪૦૦૦થી ૫૦૦૦ રૂમની જરૂર ઊભી થરો એમ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ કહ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
