<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

ભાડલામાં રૂ. ૮૦ લાખ અને વિંછીયામાં ૧ કરોડના ખર્ચે પશુ દવાખાના બનશે

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણઃ તા. ૨૯, જસદણ અને વિંછીયા તાલુકામા પશુદવાખાનાઓ આવેલ છે, જે પૈકી  મોટુ ગામ ભાડલા અને  વિંછીયા ગામે તમામ સુવિધાયુકત પશુદવાખાનાના નવા મકાન બાંધકામ માટેની મંજૂરી મળેલ છે.

રાજયના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ  એમ. બાવળીયાની  જાગળતતાથી અવિરત વિકાસના કામો જસદણ-વિંછીયા તાલુકામાં મંજૂર થઇ રહ્યા છે તેમાં વિશેષ વધારો થતા આ પશુદવાખાનાઓના સુવિધાયુકત નવા મકાન બાંધકામ અંગે રકમ ફાળવવામાં આવેલ છે.  જેમાં ભાડલા ગામે નવા પશુદવાખાના મકાન બાંધકામ માટે ૮૦ લાખ અને વિંછીયા ગામે રૂા.૧ કરોડની ગ્રાન્‍ટ ફાળવાયેલ છે. આ અંગેની ટેન્‍ડર પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને ટુંક સમયમાં જ ભાડલા અને વિંછીયા ગામે પશુ દવાખાનાનું બાંધકામ શરુ થશે.  પશુપાલકોને દુધાળા પશુઓની સારસંભાળ, બિમારીઓની ઓળખ, દૂધ ઉત્‍પાદન વધારો વગેરે જેવા માર્ગદર્શન અંગેની શિબિરો માટે ઉપયોગી બનશે.  આ ઉપરાંત, જસદણ તાલુકાના કાર્યરત સાણથલી ગામે પશુ દવાખાનુ હોઇ નવુ પ્રાથમિક પશુ સારવાર કેન્‍દ્ર, ડોડીયાળા ગામ અને  મોઢુકા ગામે પશુ દવાખાનુ હોઇ પીપરડી ગામે નવુ પ્રાથમિક પશુસારવાર કેન્‍દ્ર ચાલુ કરવાની મંજૂરી મળેલ છે. જેથી ગ્રામજનોને જરૂરી પશુસારવાર વિગેરે સુવિધાઓ માટે નજીકના અંતરે પશુ સારવાર કેન્‍દ્રો ખાતે ઉપલબ્‍ધ થશે

(10:26 AM IST)