<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

દક્ષિણ ગુજરાતમાં આંતરરાજ્ય ખેર ચોરી રેકેટમાં બે અધિકારીઓ પર ગાજ પડી :2 RFO સસ્પેન્ડ

ખેરના લાકડાની ચોરીમાં સંડોવાયેલા વાંસદા પૂર્વ રેંજના RFO જે. ડી. રાઠોડને સસ્પેન્ડ: ચીખલી રેંજના મહિલા RFO હેતલ પટેલના સસ્પેન્શન બાદ ગાંધીનગરની ટીમે તપાસ બાદ કરી કાર્યવાહી

દક્ષિણ ગુજરાતમાં આંતરરાજ્ય ખેર ચોરી રેકેટમાં બે અધિકારીઓ પર ગાજ પડી છે. નવસારીમાં આવતા વલસાડ ઉત્તર વન વિભાગમાં મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. ખેરના લાકડાની ચોરીમાં સંડોવાયેલા વાંસદા પૂર્વ રેંજના RFO જે. ડી. રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચીખલી રેંજના મહિલા RFO હેતલ પટેલના સસ્પેન્શન બાદ ગાંધીનગરની ટીમે તપાસ બાદ કાર્યવાહી કરી હતી .ચીખલી, વાંસદામાંથી ખેરના લાકડાની મહારાષ્ટ્રમાં તસ્કરી કરવામાં આવતી હતી. સમગ્ર મુદ્દે ગાંધીનગરની ટીમની તપાસ બાદ RFO જે. ડી. રાઠોડને તત્કાળ અસરથી કરાયા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખેરની આંતરરાજ્ય તસ્કરીમાં મોટા ખુલાસાઓ થવાની શક્યતા.

 

(3:58 PM IST)