<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

કાલે ડો. વલ્લભભાઇ કથીરિયાનો જન્‍મદિનઃ નિત્‍ય બઢે કદમ, હર કદમ પર ગૌસેવા બુલંદ

સેવાના સંગાથી પૂર્વ કેન્‍દ્રીય મંત્રી ૭રમાં વર્ષના દ્વારે

રાજકોટ, તા. ગૌસેવા, સમગ્ર વિકાસ અને રાષ્‍ટ્રસેવાને સંકલ્‍પિતઃ ડો. વલ્લભભાઇ કથીરિયાનો કાલે નવેમ્‍બરના રોજ જન્‍મદિવસ છે. અમદાવાદની બી. જે. મેડીકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ અને એમ.એસ.ની (સર્જરી) ડીગ્રી મેળવી કેન્‍સર સર્જરીના નિષ્‍ણાંત તરીકે રાજકોટમાં પ્રમાણિક, ઉમદા અને કર્મયોગી સર્જન તરીકે ખ્‍યાતી મેળવી. એક પ્રખ્‍યાત કેન્‍સર સર્જન તરીકે હજારો દર્દીઓને સારવાર કરી વર્ષો સુધી અવિરત સેવાકાર્ય કર્યું, જે પાછળથી તેમની રાજકીય, સામાજિક અને પ્રશાસનિક યાત્રામાં વધુ શક્‍તિરૂપે પ્રગટ થયું. રાજકોટ લોકસભાના સાંસદ તરીકે લોકતંત્રના રાષ્‍ટ્રીય મંચ પર પહોંચ્‍યા પછી તેમણે ખેડૂતો, ગૌ પાલકો, ગ્રામ્‍ય વિકાસ, યુવાનો, સ્‍વદેશી ઉદ્યોગો, પર્યાવરણ અને  સંસ્‍કળતિ જેવા વિષયોના સકારાત્‍મક ઉકેલમાં મહત્‍વપૂર્ણ ભૂમિકા અદા કરી છે.

સરકારમાં ભારે ઉદ્યોગ અને જાહેર ઉપક્રમ વિભાગના રાજ્‍યમંત્રી તરીકે તેમણે ઔદ્યોગિક વિકાસમાં નવા વિચારો, રોકાણ અને પબ્‍લિક એન્‍ટરપ્રાઇઝ સુધારણા જેવા ક્ષેત્રોમાં નિર્ણાયક ભૂમિકા ભજવી. રાજકારણ અને પ્રશાસનમાં મહત્ત્વપૂર્ણ યોગદાન પછી ડો. કથીરિયાનું જીવન એક બીજા વિશાળ અધ્‍યાયથી ચિホતિ છે તે છે, ‘ગૌસેવા અને ગૌઆધારિત અર્થવ્‍યવસ્‍થા'. માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ડો. કથીરિયાની ગુજરાતની ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની કામગીરીથી પ્રભાવિત થઈને સમગ્ર દેશમાં ગૌસેવાની પ્રવળતિનો વ્‍યાપ વધે તે માટે માન.શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રાષ્‍ટ્રીય કામધેનુ આયોગ બનાવી અલગ બજેટ ફાળવી રાષ્‍ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન પદે ડો. કથીરિયાને નિયુક્‍ત કર્યા હતા.

Charity Begins at Home ના પુરસ્‍કર્તા પૂર્વ કેન્‍દ્રીય મંત્રી ડો.વલ્લભભાઈ કથીરિયા સ્‍વયં ૧૩૪ વાર રક્‍તદાન કરી યુવાનોના પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે. રક્‍તદાન, અંગદાન, દેહદાનની પ્રવળત્તિને પ્રોત્‍સાહિત કરી રહ્યા છે. તેમના સાંસદકાળ દરમ્‍યાન ગામડે ગામડે ચેક ડેમ બંધાવી, સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાનો સમગ્ર સૌરાષ્‍ટ્રમાં વ્‍યાપ કરી ‘ચેક ડેમ સાંસદ'નું બિરૂદ પામ્‍યા છે.

‘સેવા પરમો ધર્મ' ને જીવનમાં આત્‍મસાત કરી સદભાવના હોસ્‍પિટલ ટ્રસ્‍ટ - મહુવા, વિપશ્‍યના ટ્રસ્‍ટ, શ્રી અરવિંદભાઈ મણીયાર જન કલ્‍યાણ ટ્રસ્‍ટ, વસુંધરા ટ્રસ્‍ટ, GCCI, પાટણવાવ શીશુ મંદિર સહિત અનેક ટ્રસ્‍ટોમાં વર્ષોથી વિવિધ સામાજીક, આરોગ્‍ય વિષયક, શૈક્ષણિક, ધાર્મિક, રચનાત્‍મક પ્રવળત્તિઓ દ્વારા સેવા કાર્યોમાં અગ્રેસર ભૂમિકા અદા કરી રહ્યા છે. આવતી કાલે ૩૦ મીએ ૭ર માં વર્ષમા઼ પ્રવેશ કરશે.

ડો. વલ્લભભાઈ કથીરિયાના ધર્મ પત્‍નિ કાન્‍તાબેન પણ સામાજીક ક્ષેત્રે અગ્રેસર રહી ડો.કથીરિયાની સેવા પ્રવળતિમાં નિમિત્ત બની રહ્યા છે. તેઓ રાષ્‍ટ્ર સેવિકા સમિતિનાં સૌરાષ્‍ટ્ર પ્રાંતનાં સંપર્ક પ્રમુખ અને મહિલા સમન્‍વય સૌરાષ્‍ટ્ર પ્રાંતના સંયોજીકા તરીકે કાર્યરત છે. ડો. કથીરિયાના સુપુત્રી ડો. નિષ્ઠા અમદાવાદની ડેન્‍ટલ કોલેજમાં એન્‍ડોડેન્‍ટીસ્‍ટ સર્જરીના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્‍ટ તરીકે સેવા આપી રહ્યા છે, તો જમાઇ ડો. કિરણ પટેલ સમગ્ર ગુજરાતમાં ફેસિયો - મેકશ્રીલરી ઈમ્‍પલાંટ સ્‍પેશ્‍યાલીસ્‍ટ તરીકે અગ્રેસર છે. ડો. કથીરિયાના સુપુત્ર ડો. આત્‍મન રેડીયોલોજીસ્‍ટ અને પુત્રવધુ ડો. ઘટના પેથોલોજીસ્‍ટ તરીકે ‘નીયો ડાયગ્નોસ્‍ટીકસ' નામે રાજકોટમાં અધતન સેન્‍ટર ચલાવી માનવ સેવાના યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે.

ડો.કથીરિયાનું સમગ્ર જીવન રાષ્‍ટ્રીય મૂલ્‍યો, આધ્‍યાત્‍મિક ઊંચાઇ, પ્રશાસનિક દક્ષતા, વૈજ્ઞાનિક સમાજઉદાત દૃષ્ટિકોણ અને ગ્રામ્‍ય ગૌઆધારિત અર્થવ્‍યવસ્‍થાની પુનઃસ્‍થાપનશક્‍તિનું અનોખું સંકલન છે, ૨૧મી સદીના ‘મહાન, ગૌરવશાળી અને દિવ્‍ય ભારત'ના લક્ષ્યને સાકાર કરવા કર્મશીલ ડો.કથીરિયા ને જન્‍મદિનની શુભકામનાઓ મળી રહી છે.

મો. ૯૦૯૯૩ ૭૭૫૭૭ રાજકોટ.

(12:06 PM IST)