<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

અમદાવાદની નરોડા પોલીસે, BLO બનીને છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો

આરોપીના પિતા પાસેથી છોકરીને ભગાડી જનાર આરોપીની વિગતો અને મોબાઈલ નંબર મેળવ્યા:આરોપીનું લોકેશન મહેસાણા જણાઈ આવતા ધરપકડ કરી

અમદાવાદની નરોડા પોલીસે, BLO બનીને છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી છે. પોલીસે BLO હોવાનું કહીને આરોપીના પિતાને ફોન કર્યો હતો. BLO બનેલ નરોડા પોલીસે આરોપીના પિતા પાસેથી, કલેક્ટર ઓફિસમાંથી ચૂંટણી કાર્ડ કઢાવવા બહાને નાસતા ફરતા આરોપીની માહિતી મેળવી હતી. આરોપીના પિતા પાસેથી છોકરીને ભગાડી જનાર આરોપીની વિગતો અને મોબાઈલ નંબર મેળવ્યા હતા. આરોપીનું લોકેશન મહેસાણા જણાઈ આવતા પોલીસે આરોપીને ત્યાં જઈને ધરપકડ કરી હતી

(12:59 PM IST)