હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગોડાઉનમાંથી આવશ્યક ચીજવસ્તુ સસ્તા અનાજની દુકાને પહોંચે ત્યારે બે સભ્યો ચકાસણી કરશે
વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શક બનાવવા દહેગામથી પાઇલોટ પ્રોજેકટ તકેદારી સમિતિના બે સભ્યો બાયોમેટ્રિક- ઓટીપી પધ્ધતિથી સહી કરશે

ગાંધીનગરમાં જાહેર વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શક બનાવવા નાગરિક પુરવઠા વિભાગના સંયુકત નિયામક ચેતન ગાંધી, નિવાસી અધિક કલેકટર નિશા શર્મા વગેરેની હાજરીમાં બેઠક યોજાયેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ નિમિષ ગણાત્રા, ગાંધીનગર) (૨.૨૩)
ગાંધીનગર તા.૨૯: જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના લાભાર્થીઓને, ગુણવત્તા યુક્ત અને પૂરતો અનાજનો જથ્થો મળી રહે તે સુનિヘતિ કરવા અને ડોર સ્ટેપ ડિલિવરી પ્રણાલીમાં વધુ પારદર્શિતા લાવવા માટે, ગાંધીનગરમાં કલેક્ટર કચેરી ખાતે અન્ન નાગરિક પુરવઠા નિયામકની કચેરી, ગાંધીનગરના સંયુક્ત નિયામક શ્રી ચેતન ગાંધી અને અધિક નિવાસી કલેક્ટર સુશ્રી નિશા શર્માના અધ્યક્ષ સ્થાને, ગ્રામ્ય તથા શહેરી કક્ષાએ તકેદારી સમિતિના ઓછામાં ઓછા બે સભ્યોને વેરિફિકેશન લેવા અંગેની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
વાજબી ભાવની દુકાન ખાતે ડોર સ્ટેપ ડિલિવરીના માધ્યમથી આવશ્યક ચીજ વસ્તુઓનો જથ્થો પહોંચે તે સમયે, ગ્રામ્ય તકેદારી સમિતિના ૮૦% સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશન લેવા તથા આવેલા જથ્થાની ગુણવત્તાની ખરાઈ કાર્ડધારકોની હાજરીમાં કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી, ગાંધીનગરના સંયુક્ત નિયામકશ્રી ચેતન ગાંધીએ જણાવ્યું હતું કે, વાજબી ભાવની દુકાનો પર ગોડાઉનમાંથી આવતા આવશ્યક ચીજ વસ્તુના જથ્થા માટે ગ્રામ્ય તકેદારી સમિતિના ઓછામાં ઓછા બે સભ્યો દ્વારા જથ્થાની ડોર સ્ટેપ ડિલિવરી થાય ત્યારે, બાયોમેટ્રિક / ઓટીપી બેઝડ સિસ્ટમથી જથ્થાની ચકાસણી કરીને સહી લેવાની પ્રથા અમલમાં મૂકવા માટે, ગાંધીનગરના દહેગામ ખાતેથી રાજ્યના પ્રથમ પાયલોટ પ્રોજેક્ટનો આરંભ થશે. પાંચ થી ૧૫ ડિસેમ્બર વચ્ચે ટ્રાયલ શરૂ થશે. ગુજરાત સરકાર તરફથી નાગરિકોને ઉત્તમ સેવાઓ પારદર્શિતાથી મળી રહે એ જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, ગાંધીનગરમાં ૩૪૦ વાજબી ભાવની દુકાનો આવેલી છે. પ્રથમ પાયલોટ પ્રોજેક્ટનું સુચારુ રૂપે આયોજન કરી, આવશ્યક ચીજ વસ્તુના જથ્થાના વિતરણ સાથે સંકળાયેલા તમામને સહયોગ આપવા તેમણે અપીલ કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
