તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th November 2025
ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બંધ કરાતા જગતનો તાત લાચાર બન્યો : સંસદમાં ઉઠાવાશે મુદ્દો
રાજ્યસભાના સાંસદ શક્તિસિહ ગોહિલે શુન્યકાળમાં ચર્ચા માટે આપી નોટીસ.

ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદનો મુદ્દો સંસદમાં ગુંજશે. રાજ્યસભાના સાંસદ શક્તિસિહ ગોહિલે શુન્યકાળમાં ચર્ચા માટે નોટીસ આપી છે.1 ડિસેમ્બર થી શરૂ થતા સત્રમાં ચર્ચા કરવા નોટીસ આપી છે . નોટીસમાં ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલ સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શૂન્યકાલ પ્રસ્તાવમાં એવો ઉલ્લેખ કરાયો છે કે, ગુજરાતમાં દિવાળી દરમિયાન સતત કમોસમી વરસાદ પડતો રહ્યો છે. ખેડૂતોની તૈયાર થયેલી સંપૂર્ણ પાક ખૂબ જ ખરાબ રીતે નાશ પામ્યો છે.
ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બંધ કરી દેવામાં આવી છે. એ જ કારણે ખેડૂતો પાસે પોતાના પાકનો કોઈ પણ વીમો નહોતો. મોટા પાયે ખર્ચ કર્યા પછી જ્યારે પાક તૈયાર થયો હતો, એ જ વખતે કમોસમી સતત વરસાદ પડવાથી સંપૂર્ણ પાક નાશ પામ્યો. જેના કારણે ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.
ગુજરાત સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે તે પર્યાપ્ત નથી. માત્ર બે હેક્ટરમાં તે પણ અનેક શરતો સાથે જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારથી અનુરોધ કે ગુજરાતમાં ફસલ બીમા યોજના તાત્કાલિક શરૂ કરવામાં આવે. નુકસાન વેઠી રહેલા ગુજરાતના ખેડૂતોને સંપૂર્ણ વળતર આપવામાં આવે.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
