<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ કોંગ્રેસમાંથી અલગ પડી નવી પાર્ટી બનાવશે ?

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૨૯: કોંગ્રેસના પીઠ નેતા સ્‍વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ કોંગ્રેસથીનારાજ થઈ કોંગ્રેસ AP પાર્ટી બનાવવાની વિચારણા વ્‍યક્‍ત કરી છે.

સોશિયલ મીડિયા પર ફૈઝલ પટેલે કરેલી પોસ્‍ટમાં તેમણે તેમના બહેન મુમતાજ પટેલને પણ નવી પાર્ટીમાં જોડાઈ તેવી આશા વ્‍યક્‍ત કરી છે.

હા ફેઝલ પટેલે આ અંગે સોશિયલ મીડિયા પર તેમના સમર્થકો પાસેથી અભિપ્રાય માંગવાનું ચાલુ કર્યુ હોય સમર્થકો શુ અભિપ્રાય આપે છે ત્‍યાર બાદ નિર્ણય કરશે.

ઉલ્લેખની છે કે ફૈઝલ પટેલની પોસ્‍ટ બાદ તેમના બહેન મુમતાજ પટેલે જણાવ્‍યું છે કે ફૈઝલ પટેલે જે પોસ્‍ટ કરી છે તે તેમની અંગત પોસ્‍ટ છે. મુમતાજે ટ્‍વીટર પર ટ્‍વિટ કરી જણાવ્‍યું છે કે તેઓ કોઇ પણ અન્‍ય પાર્ટીમાં જોડાવાનું વિચારી રહ્યા કે યોજના નથી કરી રહ્યા તેમજ હું કોઈ પણ નવી પાર્ટી બનાવવાનો પ્‍લાન પણ નથી કરી રહી તેમને લખ્‍યું છે કે મારા ભાઈએ નવી પાર્ટી બનાવવાનું વિચાર્યું છે તે તેમના અંગત વિચારો અને નિર્ણય છે.

(3:19 PM IST)