<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

એ જંગની સફળતાનો શ્રેય મને નહિ,મારી ટીમને જાય છે...નરસિંહમાં કોમાર...

ડ્રગ્‍સ, ગાંજો જેવા ૧૫ દિવસમાં ૧૩ કેસ કરી વિક્રમ સર્જનાર સેનાના સેનાપતિ વડોદરા (પોલીસ કમિશનર) ની આવી છે, નમ્રતા : પોલીસના દરેક સિપાહીને જંગમાં તરતા અગાઉ તેમની પારિવારિક મુશ્‍કેલી અંગે પૂછયું, સીબીઆઈ પદ્ધતિથી સીપીએ જાતે તાલીમ આપી, કાયદાની સમજ આપી, દરેક સાથે હાથ મિલાવી મેદાને ઉતાર્યા... વડોદરાના વાયરલ ન્‍યૂઝની ભીતરની વિશેષ વાતો...

રાજકોટ, તા.૨૯: વડોદરા શહેરમાં યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલાતી રોકવા માટે ડ્રગ્‍સ માફીયાઓ અને ડ્રગ્‍સ પેડલરો વિરુદ્ધ જંગ છેડી અભૂતપૂર્વ સફળતા મેળવનાર વડોદરા પોલીસ કમિશનર નરસિંહમા કોમાર ખૂબ નિખાલસતાથી સફળતાનો યશ પોલીસ તંત્રના નાનામાં નાના સ્‍ટાફને અકિલા સાથેની વાતચીતમાં આપ્‍યો છે.

 છેલ્લા ૧૫ દિવસમાં જે ૧૩ કેસ થયા તે માટે પોલીસ કમિશનર નરસિંહમા કોમાર કે જેવો સીબીઆઇ બેક ગ્રાઉન્‍ડ ધરાવવા સાથે રાજ્‍યના લો એન્‍ડ ઓર્ડર વડા તરીકે આખા રાજ્‍યના તમામ શહેરો અને અન્‍ય રાજ્‍યોની ગુન્‍હાની પૅટર્નથી ખૂબ વાકેફ છે.           

વડોદરાની કોમી સંવેદનશીલતા અંગે ભૂતકાળમાં શણુ રિપોર્ટ સાથે બીજી કેટલીક ખતરાની ઘંટીરૂપ બાબતો અંગેના અભ્‍યાસ ખૂબ સારી રીતે કરનાર આ સિનિયર ત્‍ભ્‍લ્‍ ને રાજ્‍ય સરકારે તેમની કાર્યદયક્‍તા,સ્‍વચ્‍છ છબી ધ્‍યાને રાખી વિશેષ રીતે ખાસ સંજોગોમાં નિમણૂક આપી હતી, અને પોતાની પસંદગી સાર્થક કરવા એક અદભૂત ટીમ વર્ક ગોઠવેલ.      

દરેક પોલીસ મથકમાંથી રેકોર્ડ ધ્‍યાને રાખી બબ્‍બે ચુનંદા સ્‍ટાફ ડ્રગ્‍સ અને ગાંજા જેવા પદાર્થો પકડી પાડવા માટે પસંદ કરેલ.   આ બધા લોકોને ડ્રગ્‍સ પેડલરો વિરુદ્ધ મેદાને તરતા અગાઉ પોલીસ કમિ‘રે જાતે તેમની મુલાકાત લીધી હતી. ડ્રગ્‍સની લડાઈના જવાનોને તેમની સખ્‍ત ફરજ અંગે વાકેફ કરી તેમને મેદાને ઉતરતા અગાઉ કોઈ પારિવારિક મુશ્‍કેલી હોય તો એ નિખાલસતાથી જણાવાથી તેમના સ્‍થાને અન્‍યને નીમવામાં આવશે તેવું પોલીસ કમિશનરે નિખાલસતા પૂર્વક પૂછેલ.આવી રીતે ઉચ્‍ચ અધિકારી પોતાની કાળજી રાખે છે તે જાણી દરેક સિપાહીઑનો જુસ્‍સો વધ્‍યો, અને દરેકે પોતે દિલથી ફરજ બજાવશે તેવી ખાતરી આપેલ. આ પછી પોલીસ કમિશનરે વ્‍યક્‍તિગત દરેક સાથે હાથ મિલાવી, જાતે તાલીમ આપી, કાયદાની પ્રક્રિયા સમજાવી, સીબીઆઇ પદ્ધતિથી વાકેફ કર્યા અને સફળતા મળ્‍યા પછી શ્રેય પોતાના સિપાહીઓને સેનાપતિએ આપ્‍યો

(2:28 PM IST)