<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

હીરામણિ ઉચ્‍ચ માધ્‍યમિક (અંગ્રેજી) શાળામાં રમતોત્‍સવ

રાજકોટઃ અમદાવાદની હીરામણી હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં વાર્ષિક રમતોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું.  આ રમોત્‍સવમાં વિવિધ રમતો ૧૦૦ મીટર, ૨૦૦ મીટર, ૪૦૦ મીટર તથા રિલે-રેસનું આયોજન કરવામાં આવ્‍યું. આ સાથે ઉંચી કુદ, લાંબી કુદ, કોથળા દોડ,કબડ્ડી,ખો-ખો,ગોળાફેંક,ચક્ર વોલીબોલ,રસ્‍સા-ખેંચ જેવી સ્‍પર્ધા યોજાયેલ ઇન્‍દોર ગેમ જેવી કે ચેસ, કેરમ વગેરે સ્‍પર્ધા પણ યોજાઇ. શાળાના વિદ્યાર્થીઓએ  ઉત્‍સાહપૂર્વક વિવિધ સ્‍પર્ધાઓમાં ભાગ લીધો હતો. સંસ્‍થાના પ્રમુખ તથા રાજયસભાના સાંસદ શ્રી નરહરિ અમીન, સી.ઇ.ઓ શ્રી ભગવતભાઇ અમીન અંગ્રેજી માધ્‍યમના આચાર્ય શ્રી ભાગ્‍યેશ જોષી, ગુજરાતી માધ્‍યમના આચાર્ય ભારતી મિશ્રા કો-ઓર્ડિરનેટર ગીરીશ લાલવાણી, ભરતભાઇ પટેલ વગેરેએ ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા.

(3:01 PM IST)