<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

અમદાવાદના વશ્ત્રપુર તળાવનું નવીનીકરણ પૂર્ણઃ ટૂંક સમયમાં ખુલ્લુ મુકાશે

રૂ.૧૦ કરોડના ખર્ચે બ્‍યુટીફીકેશન : રૂ.૧૦ પ્રવેશ ટીકીટ

અમદાવાદઃ શહેરના વશ્ત્રપુર તળાવનું રુપિયા ૧૦ કરોડના ખર્ચે કરવામાં આવેલું નવીનીકરણનું કાર્ય આખરે દોઢ વર્ષની લાંબી કામગીરી બાદ પૂર્ણ થઈ ગયું છે. અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન ટૂંક સમયમાં જ આ તળાવનું ઉદ્ધાટન કરીને તેને શહેરીજનો માટે ખુલ્લું મૂકશે. જોકે, આ તળાવમાં પ્રવેશ માટે હવે રુપિયા ૧૦ની ફી લેવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

વષાાપુર તળાવ અગાઉ ઉંદરો દ્વારા કોતરી ખાવાના કારણે નુકસાન પામ્‍યું હતું, જેને કારણે ખ્‍પ્‍ઘ્‍ દ્વારા લગભગ દોઢ વર્ષ સુધી રૂપિયા ૧૦ કરોડના ખર્ચે તેનું  નવીનીકરણ કરવામાં આવ્‍યું છે. AMC રી-ક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્‍યું હતું કે, નવીનીકરણ બાદ લોકોના રિવ્‍યૂ અને સુવિધાઓની જાળવણીને ધ્‍યાનમાં રાખીને તળાવમાં પ્રવેશ માટે ફી લેવાનો નિર્ણય કરાયો છે.

તળાવમાં પ્રવેશ માટે રૂપિયા ૧૦ની ફી નક્કી કરવામાં આવી છે, પરંતુ સવારે ર્મોનિંગ વોક માટે આવતા શહેરીજનો માટે પ્રવેશ નિઃશુલ્‍ક રાખવામાં આવ્‍યો છે. આ નિર્ણય દ્વારા તળાવની જાળવણી માટે ભંડોળ એકઠું કરી શકાશે અને સાથે જ સવારના સમયે આવતા વોકર્સને પ્રોત્‍સાહન મળશે. નવીનીકરણ બાદ વશ્ત્રપુર તળાવ હવે વધુ આકર્ષક અને સુવિધાયુક્‍ત બન્‍યું છે, જે ટૂંક સમયમાં જ શહેરીજનો માટે એક નવું આકર્ષણનું કેન્‍દ્ર બનશે.

(3:39 PM IST)