હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૫૧ વર્ષની ઉંમરે સાકાર થયું નૃત્યનું સ્વપ્નઃ વિનસબેન મહેતાનું આંગેત્રમ

રાજકોટ, તા.૨૯: અમદાવાદની એક સામાન્ય ગૃહિણી આજે સમગ્ર શહેર માટે પ્રેરણાની પ્રતિમૂર્તિ બની ગઈ છે. ૫૧ વર્ષની વયે ભરતનાટયમનું આંગેત્રમ કરીને વિનસબેન મહેતાએ સાબિત કરી દીધું છે કે સપનાઓ માટે ઉંમર કોઈ અવરોધ નથી.
યશવંતરાય વ્યાસની પુત્રી વિનસબેન મહેતા, હાલ અમદાવાદમાં ગૃહિણી તરીકે પરિવારની જવાબદારી સંભાળી રહ્યા છે. દીકરીને ભરતનાટયમ કરતા જોઈને માતાના મનમાં દબાયેલું નળત્યનું સ્વપ્ન ફરી જીવંત થયું.
ત્યારબાદ વિનસબેન મહેતાએ સાઉથ બોપલ સ્થિત JSK ડાન્સ એકેડમીમાં ગુરૂસ્વાતિ પટેલના માર્ગદર્શન હેઠળ ફરી વિદ્યાર્થી બનીને તાલીમ લેવાનું શરૂ કર્યું. સાથે જ કલા ગુરુ નીતા ફુલમાળીની પ્રેરણાએ તેમને સતત માર્ગદર્શન આપ્યું.
દરરોજ ચારથી પાંચ કલાકની કઠોર સાધના અને ચાર વર્ષની અવિરત મહેનત પછી વિનસબેન vikasbhai મહેતા આજે તેમના જીવનના અતિ મહત્વના મુકામ ラ ભરતનાટયમ આંગેત્રમ સુધી પહોંચ્યા છે. ટાગોર હોલ ખાતે આ કાર્યક્રમ ભવ્યરીતે ગોઠવાયો
આ સફળતાની પાછળ તેમના પિતા યશવંતરાય વ્યાસ(બેંક ઓફ બરોડા), , તેની માતા શોભનાબેન, તેમના પતિ વિકાસભાઈ મહેતા, હિન્દુ જાગરણ મંચના હારીતભાઈ વ્યાસના બહેન,પરિવાર, ગુરુજનો અને કલાજગતનો અમૂલ્ય સહયોગ રહ્યાનું તેઓ જણાવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
