હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાલોલની અમૃત વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લીધેલા નમૂનાનો ચોંકાવનારો રિપોર્ટ
ખાદ્ય પદાર્થોના નમૂના પાસ થયા:કઠોળમાં જીવાત અને મસાલા એક્સ્પાયરી હોવાનો આરોપ હતો: ધારાસભ્યએ ચોખામાંથી જીવાત મળ્યાની કબૂલાત કરી હતી:કડક કાર્યવાહીની સૂચના આપી હતી:ટકોર બાદ પણ નમૂના પાસ થઈ જતા ઉઠ્યા સવાલ

પંચમહાલ જિલ્લાની અમૃત વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લીધેલા નમૂનાનો ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે. શાળામાંથી લેવાયેલા ખાદ્ય પદાર્થોના નમૂના પાસ થયા છે. કઠોળમાં જીવાત અને મસાલા એક્સ્પાયરી હોવાનો આરોપ લાગ્યો હતો. ધારાસભ્યએ ચોખામાંથી જીવાત મળ્યાની કબૂલાત કરી હતી. ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે કડક કાર્યવાહીની સૂચના આપી હતી.ધારાસભ્યની ટકોર બાદ પણ નમૂના પાસ થઈ જતા સવાલ ઉઠી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે કાલોલની અમૃત વિદ્યાલયમાં એક સાથે 63 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી હતી. ત્યારે સ્થાનિક ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે શાળાની મુલાકાત લઈ તંત્રને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. વધુમાં ધારાસભ્યે મુલાકાત દરમિયાન ચોખામાંથી જીવાત મળી આવ્યાની કબૂલાત પણ કરી હતી. ત્યારે હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના રિપોર્ટમાં તમામ ખાદ્ય પદાર્થના નમૂના પાસ થઈ જતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
