<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

ગાંધીનગર સ્થિત પંચમુખી મહાદેવ મંદિર સેક્ટર નં-૫-એ ખાતે બહેરા મુંગા શાળા-ગાંધીનગરના બાળકોને ભાવથી ભોજન કરાવાયું

નિરૂબેન નાયક દ્વારા બાળકોને સ્કૂલબેગ ભેટ આપવામા આવી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :ગાંધીનગર સ્થિત રાધે કૃષ્ણ મંડળ સેક્ટર નં-૫-એ ગાંધીનગરના બહેનો દ્વારા દર વર્ષે બહેરા મુંગા અને અંધ શાળા ગાંધીનગર ના બાળકોને પંચમુખી મહાદેવ મંદિર ખાતે લાવીને મંદિર પરિસરમાં જ ભાવથી પ્રેમપૂર્વક ભોજન કરાવવામાં આવે છે.આ વર્ષે પણ આ બાળકો ને મંદિર પરિસરમાં લાવીને આજે ભોજન કરાવવામાં આવ્યું હતું.તેમજ રાધાકૃષ્ણ મંડળના પ્રમુખનિરૂબેન નાયક દ્વારા આ તમામ બાળકોને ખુબ સારી ગુણવત્તાની સ્કૂલ બેગ ભેટ આપવામાં આવેલ હતી. ભેટ સ્વીકારી બાળકો ખુશ થયા હતા

.આ સેવાકાર્યમાં જ્યોતિ મહિલા મંડળના પ્રમુખ ચેતનાબેન બુચે પણ હાજર રહી બાળકોને ભોજન કરાવ્યું હતું. આ પ્રસંગે શાળાના સંચાલકઓએ નિરૂબેન નાયક તથા રાધાકૃષ્ણ મંડળના બહેનોનો આભાર માન્યો હતો. આ સેવાકીય કાર્યને સફળ બનાવવા નિરૂબેન નાયક તથા જયોતિ મહિલા મંડળના પ્રમુખ ચેતનાબેન બુચ અને રાધાકૃષ્ણ મંડળની તમામ બહેનો એ વહેલી સવારથી જ જહેમત ઉઠાવી આ સેવાકાર્ય સફળ બનાવ્યું હતું.

(8:27 PM IST)