<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

વડોદરા સેન્ટ્રલ એસ.ટી. ડેપોના ગેસ્ટ હાઉસમાં બેગમાંથી રિવોલ્વર અને કારતૂસ મળતા ખળભળાટ :આરોપી ફરાર

ઇન એન્ડ આઉટ ડોડર્મેટરી’ ગેસ્ટ હાઉસમાં પલંગ નીચે રાખેલી બેગમાંથી એક રિવોલ્વર, 20 કારતુસ, રૂ. 26 હજાર રોકડ અને એક મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ મળી:પોલીસની હાજરીની જાણ થતાં કિરીટ પટેલ નામનો વ્યક્તિ ચેક આઉટ કરી ભાગી છૂટ્યો

વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો ખાતે આવેલા ‘ઇન એન્ડ આઉટ ડોડર્મેટરી’ ગેસ્ટ હાઉસમાં રોકાયેલા શખ્સની બેગમાંથી રિવોલ્વર મળી આવતાં શહેરમાં હલચલ મચી ગઈ છે.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરાયેલી કાર્યવાહી દરમિયાન ગેસ્ટ હાઉસના પલંગ નીચે રાખેલી બેગમાંથી એક રિવોલ્વર, 20 કારતુસ, રૂ. 26 હજાર રોકડ અને એક મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ મળી આવી હતી. પોલીસની હાજરીની જાણ થતાં જ રૂમમાં રોકાયેલો કિરીટ પટેલ (રહે. ઉમેદપુર, ઈડર) નામનો વ્યક્તિ ચેક આઉટ કરી ભાગી છૂટ્યો હતો.

પ્રાથમિક તપાસમાં કિરીટ પટેલ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. રૂ.75 લાખના ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા પણ થઈ ચૂકી છે. આ સિવાય અમદાવાદમાં પણ કિરીટ વિરુદ્ધ ગુના નોંધાયા છે. હાલ તો સયાજી પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કિરીટ પટેલની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(10:38 PM IST)