News of Sunday, 30th November 2025
ગાંધીનગર મનપાનો મોટો નિર્ણય: પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન ફરજિયાત: નિયમોનું ઉલ્લંઘન કરનારને દંડ
જો પાલતુ શ્વાન જાહેરમાં ગંદકી કરશે, તો તેના માલિકને રૂપિયા 500નો દંડ ફટકારવામાં આવશે.

ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પાલતુ શ્વાનો માટે મહત્વપૂર્ણ નિયમો લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા નિયમો મુજબ, ગાંધીનગરમાં હવે પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનશે, જેની ફી રૂપિયા 209 નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, જો પાલતુ શ્વાન જાહેરમાં ગંદકી કરશે, તો તેના માલિકને રૂપિયા 500નો દંડ ફટકારવામાં આવશે.
(1:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
