હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 30th November 2025
આંકલાવમાં AAPની કિસાન મહાપંચાયત: ગોપાલ ઈટાલીયાના સરકાર અને અધિકારીઓ પર પ્રહાર
ભ્રષ્ટ અધિકારીઓ પર નિશાન સાધતા કટાક્ષમાં કહ્યું હતું કે "કેટલાક અધિકારીઓ કમરનો પટ્ટો ગળામાં પહેરે છે

આણંદના આંકલાવમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત કિસાન મહાપંચાયતમાં નેતા ગોપાલ ઈટાલીયાએ રાજ્ય સરકાર પર ડ્રગ્સ અને દારૂના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભ્રષ્ટ અધિકારીઓ પર નિશાન સાધતા કટાક્ષમાં કહ્યું હતું કે "કેટલાક અધિકારીઓ કમરનો પટ્ટો ગળામાં પહેરે છે." તેમણે ધમકીભર્યા સ્વરે કહ્યું કે જો AAPની સરકાર આવશે તો એવા અધિકારીઓના પટ્ટા ઉતારી દેવામાં આવશે અને તેમને સાબરમતીમાં પ્રમોશન આપીને 'ટોમી કોટડી' માં ધકેલી દેવામાં આવશે, જ્યાં તેમના માટે ખાસ તૈયારી કરવામાં આવશે.
(1:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
