News of Sunday, 30th November 2025
અમદાવાદમાં પ્રદૂષણ ચિંતાજનક: AQI 200ને પાર
શહેરના મોટાભાગના વિસ્તારોમાં હવાનું સ્તર ખરાબ શ્રેણીમાઃ વૃધ્ધો, બાળકો, બીમાર લોકો માટે જોખમી

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હવાનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે, જે શહેરીજનોના સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા એક સપ્તાહથી શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 200ના આંકડાને સતત પાર કરી રહ્યો છે, જે 'ખરાબ' કેટેગરીનું પ્રદૂષણ સૂચવે છે.
અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં AQI 200થી ઉપર નોંધાઈ રહ્યો છે, જે દર્શાવે છે કે સમગ્ર શહેરમાં હવાની ગુણવત્તા ગંભીર સ્તરે નીચે ગઈ છે. વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા AQIના આંકડા મુજબ, મેગાસિટી અમદાવાદનો સરેરાશ AQI 200ને પાર પહોંચ્યું છે. જ્યારે બોડકદેવમાં AQI 234, વસંતનગરમાં AQI 229,થલતેજમાં AQI 220, ઘુમામાં AQI 216,ચાંદખેડામાં 198, ઉસ્માનપુરમાં 221 અને રખિયાલમાં AQI 215,સાઉથ બોપલમાં 202, શાહીબાગમાં 212 અને એરપોર્ટ પર AQI 207 નોંધાયો છે. અમદાવાદ શહેરમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક હોવાથી લોકોને શ્વાસની બીમારી તેમજ ફેફસાની બીમારીનો ખતરો તોળાઇ રહ્યો છે. બાળકો, વૃદ્ધો, શ્વાસના દર્દીઓને સાવચેત રહેવા તંત્ર દ્વાર અપીલ કરવામાં આવી છે.
નોંધનીય છે કે બોડકદેવમાં AQI 234, વસંતનગરમાં AQI 229 અને થલતેજ વિસ્તારમાં 220 AQI નોંધાતા આ વિસ્તાર શહેરમાં સૌથી વધુ પ્રદૂષિત બન્યો છે. ૨૦૦થી ઉપરનો AQI શ્વાસ સંબંધિત બીમારીઓ ધરાવતા લોકો, વૃદ્ધો અને બાળકો માટે જોખમી ગણાય છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને તંત્ર દ્વારા આ વધતા AQIને નિયંત્રણમાં લેવા માટે કડક પગલાં ભરવા જરૂરી છે, જેથી શહેરીજનો સ્વસ્થ વાતાવરણમાં શ્વાસ લઈ શકે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
