<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક સર્જરી વિભાગના તબીબો દ્વારા 15 મહિનાના બાળક ઉપર અત્યંત જટીલ ગેસ્ટ્રીક પુલ અપ સર્જરી સફળતાપુર્વક કરાઇ

15 મહિના પછી પહેલીવાર હિમાંક્ષને મોંઢેથી ખોરાક લેતા જોઈને માતા બન્યાં ભાવુક : જન્મ્યા ત્યારથી જ ટ્યૂબ વડે બહારથી ભોજન લેવા મજબૂર હતું બાળક, સિવિલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડૉક્ટરોએ ભર્યો જીવનમાં ‘સ્વાદ’

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અમદાવાદની સિવિલ હોસ્પિટલ જટિલમાં જટિલ સર્જરી થકી દર્દીઓને નવજીવન આપવા માટે દેશભરમાં જાણીતી છે અને એટલે જ ગુજરાત ઉપરાંત આસપાસનાં રાજ્યોમાંથી લોકો અહીં એક આશા સાથે સારવાર માટે આવતા હોય છે. લોકોના ભરોસાને વધુ મજબૂત કરતી વધુ એક અત્યંત જટિલ સર્જરી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડૉક્ટરોએ કરી બતાવી છે. ડૉક્ટરની ટીમ દ્વારા માત્ર 15 મહિનાના હિમાંક્ષ પર ગેસ્ટ્રીક પુલઅપ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી અને આ બાળક હવે સામાન્ય બાળકોની જેમ પોતાના મોંઢેથી ખાતું-પીતું થયું છે.
જન્મ્યા ત્યારથી જ ટ્યૂબ વડે બહારથી ભોજન લેવા મજબૂર બાળકને પહેલી વાર મોંઢેથી ખોરાક લેતાં જોઈને તેના માતા સહિતના પરિવારજનો ગદગદિત થઈ ગયા હતા. ભાવુક થયેલાં માતા-પિતાએ આંખમાં હરખનાં આંસુઓ સાથે સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોનો આભાર માન્યો હતો.
ફુડ પાઇપની ઇસોફેજીયલ એટ્રીસીયા નામની જન્મજાત ખામી થી પીડાતા મહારાષ્ટ્ર ના 15 મહિના ના હિમાંક્ષ ને સિવિલ ના ડોક્ટરો એ દુર્લભ સર્જરી થી આપી નવી જીંદગી.
હિમાંક્ષ ને જન્મ થી અન્નનળી બનેલી જ નહતી એટલે એ સમય પર ગળા માં કાણું કર્યું જ્યાં થી સલીવા બહાર આવે અને હોજરી માં ટ્યૂબ મૂકી જેથી ખાવાનું આપી શકાય.
ઈસોફેજીયલ એટ્રેશિયા એ 4000 બાળકોમાં એકમાં જોવા મળતી દુર્લભ જન્મજાત ખામી  છે તેમ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું.
આ વિશે વધુ વિગતો આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી એ જણાવ્યુ હતુ કે , મુંબઈ,મહારાષ્ટ્ર ના રહેવાસી અને વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા ધવલ ઉનડકટ અને અમીબેન  ના પુત્ર હિમાંક્ષ ને જન્મ થી અન્નનળી બનેલી જ નહતી એટલે એ સમય તાત્કાલિક ધોરણે  ઓપરેશન કરી ગળા માં કાણું કર્યું જ્યાં થી સલીવા બહાર આવે અને હોજરી માં ટ્યૂબ મૂકી જેથી ખાવાનું આપી શકાય
જન્મ થી 15 મહિના સુધી હિમાંક્ષ ખાવા માટે આ ટ્યુબ ઉપર જ આધારીત હતો.  
15 મહિનાના હિમાંક્ષ ના ચિંતિત માતાપિતા ને આગળની સર્જરી કે જેના દ્વારા હિમાક્ષ પોતાના મોં વાટે ખોરાક લઇ શકે તેના માટે  આશરે  8 લાખ રૂપિયા નો ખર્ચો પ્રાઇવેટ હોસ્પિટલો  દ્વારા જણાવવા માં આવ્યો હતો પરંતુ તેમના દ્વારા તપાસ કરતા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આ પ્રકારના ઘણા દર્દીઓની સફળ સારવાર થઈ હોવાનું માલુમ પડતા  તેઓએ હિમાંક્ષ ની આગળની ગેસ્ટ્રીક પુલ અપ સર્જરી પણ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે જ કરાવવાનું નક્કી કર્યું
 તારીખ 29.10.25 ના રોજ ડો. રાકેશ જોશી પ્રોફેસર પીડિયાટ્રિક સર્જરી વિભાગ અને ડો. નમ્રતા શાહ એસોસીએટ પ્રોફેસર એનેસ્થેસિયા વિભાગ દ્વારા 15 મહિના ના હિમાંક્ષ ની  સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે ગેસ્ટ્રિક પુલ અપ સર્જરી સફળતાપુર્વક કરવામાં આવી. ગેસ્ટ્રિક પુલ અપ સર્જરી માં હોજરી ને ખેંચી તેમાંથી અન્નનળી બનાવવામાં આવે છે જેથી બાળક મોઢે થી ખોરાક લઇ શકે છે તેમ ડો. જોષી એ જણાવ્યુ હતુ.
સર્જરી બાદ પોસ્ટઓપરેટિવ પીરીયડ કોઈ પણ તકલીફ વગર નો રહેતા બાળકે જીવનમાં પહેલીવાર મોઢા દ્વારા ખાવાનું શરૂ કર્યું હતું. બાળક ની સ્થિતી સામાન્ય અને સંતોષકારક થતા  હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે તેમ ડો. જોષી એ જણાવ્યુ હતુ

(5:09 PM IST)