તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th November 2025
કોંગ્રેસથી અલગ ગ્રૂપ બનાવવાની જાહેરાત કર્યાના બીજા દિવસે અહેમદ પટેલના પુત્રએ ફેરવી તોડ્યું
ફૈઝલ પટેલે પોતાને કોંગ્રેસનો એક મામુલી કાર્યકર ગણાવ્યો અને જે હાઇકમાન્ડ કહેશે તે જ હું કરીશ નું નિવેદન પણ જારી દીધું

કોંગ્રસથી નારાજ મર્હુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે નવા કોંગ્રેસ AP ગૃપની જાહેરાતના 24 કલાકની અંદર જ ફેરવી તોડયું છે.
રાજકીય ક્ષેત્રે શનિવારે કોંગ્રેસના દિગગજ નેતા મર્હુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની નવા કોંગ્રેસ AP ગ્રુપની પોસ્ટે ધમાસન મચવ્યું હતું. તેઓની સોશ્યલ મીડિયા પર આ પોસ્ટ બાદ દેશના રાજકારણ અને કોંગ્રેસ પક્ષમાં પણ હલચલ મચી ગઇ હતી.
જોકે ભાઈની આ પોસ્ટ સામે અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે તેઓ ભાઈ સાથે સહમત નહિ હોવાનું. અને આ તેઓનો વ્યક્તિગત વિચાર ગણાવ્યો હતો.
ફૈઝલ પટેલ રવિવારે તેઓના માદરે વતન અંકલેશ્વરના પીરામણ ગામ આવ્યા હતા. જ્યાં તેઓ પોતાની આ પોસ્ટ અને કોંગ્રેસનું વિભાજન કરી નવા કોંગ્રેસ એ.પી. ગ્રૂપ બનાવવાથી પલટી ગયા હતા.
ફૈઝલ પટેલે પોતાને કોંગ્રેસનો એક મામુલી કાર્યકર ગણાવ્યો હતો. અને જે હાઇકમાન્ડ કહેશે તે જ હું કરીશ નું નિવેદન પણ જારી દીધું હતું. સોશિયલ મીડિયા પર મુકેલી પોસ્ટને તેઓએ સમર્થકો અને કોંગી કાર્યકરોનો અભિપ્રાય જાણવા મૂકી હોવાનો મત વ્યકત કર્યો હતો.
સાથે જ ફૈઝલ પટેલે નારાજગી પણ વ્યક્ત કરી હતી કે દેશના એક બાદ એક ચૂંટણીના કોંગ્રેસ હારી રહી છે. બિહારમાં પણ હાર બાદ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે નિરાશા ફેલાઈ ગઈ છે. તો વર્ષ 2024 ની લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક પર કોંગ્રેસે આપના ઉમેદવારને ટિકિટ આપતા ભરૂચ અને નર્મદામાં કોંગ્રેસ સમર્થકો અને લોકો ભારે નારાજ થયા હતા. કોંગ્રેસના આવા વલણથી કેટલાય કાર્યકરો પક્ષ સાથે છેડો ફાડી ભાજપ અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હોવાનો પણ ખેદ વ્યક્ત કર્યો હતો.
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
