તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th November 2025
પંચમહાલના કોટડા ખાતે આદિવાસી સ્નેહમિલન કાર્યક્રમમાં આદિવાસી સમાજના ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક મંચ પર જોવાયા
સાંસદ જશવંતસિંહ ભાભોરે આદિવાસી સમાજને ટકોર કરતા કહ્યું કે સમાજે એક થવુ પડશે અને પગ ખેંચવાનું બંધ કરી મદદ માટે હાથ આપવાનું શરૂ કરો

પંચમહાલ જિલ્લાના કોટડા ખાતે યોજાયેલા આદિવાસી સ્નેહમિલન કાર્યક્રમમાં આદિવાસી સમાજના ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. આદિવાસી સ્નેહ મિલન કાર્યક્રમમાં આદિવાસી ભવનના શિલાન્યાસ પણ કરવામાં આવ્યો. દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે આદિવાસી સમાજને ટકોર કરતા કહ્યું કે સમાજે એક થવુ પડશે અને પગ ખેંચવાનું બંધ કરી મદદ માટે હાથ આપવાનું શરૂ કરો.
રાજ્ય સરકારના પૂર્વ મંત્રી કુબેર ડીંડોરે કહ્યું કે કેટલાક લોકો સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, સમાજને અઢારમી સદી તરફ લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ભૂતકાળની રૂઢિમાંથી બહાર આવી વર્તમાન સમય સાથે તાલ મિલાવવો પડશે. દાહોદના પૂર્વ સાંસદ અને કોંગ્રેસ આગેવાન પ્રભા તાવીયાડે ટકોર કરી કે સમાજે બીડી અને ગુટકાના વ્યસનમાંથી બહાર આવવું જોઈએ. આ વ્યસનો ધીમે-ધીમે વ્યક્તિને ખતમ કરે છે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
