<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

વિરમગામ-માલવણ હાઇવે પર ટ્રક પાછળ ધડાકાભેર બાઇક અથડાતા યુવકનું મોત

પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી અને અકસ્માતના કારણોની વધુ તપાસ હાથ ધરી

વિરમગામ-માલવણ હાઇવે પર આવેલા વણી ગામ નજીક રેલવે ઓવરબ્રિજ પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક બાઇક સવાર રોડ પર ઊભેલી અથવા ધીમી ગતિએ જતી ટ્રકની પાછળ ધડાકાભેર અથડાયો હતો. આ ગંભીર અકસ્માતમાં બાઇક સવાર યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી અને અકસ્માતના કારણોની વધુ તપાસ હાથ ધરી છે

(9:00 PM IST)