તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th November 2025
અમદાવાદમાં ભરબપોરે ગોળીબાર: પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું
વિજય ચાર રસ્તા નજીક દંપતી વચ્ચે થયેલા ઝઘડામાં ફાયરીંગ :લે યુનિવર્સિટી પોલીસે ફાયરિંગ કરનાર પતિની અટકાયત કરી

અમદાવાદ :શહેરના વિજય ચાર રસ્તા નજીક દંપતી વચ્ચે થયેલા ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ આડેધર 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે યુનિવર્સિટી પોલીસે ફાયરિંગ કરનાર પતિનીની અટકાયત કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વિજય ચાર રસ્તા નજીક આવેલી સુભાષ સોસાયટીના બંગલામાં રહેતા એક પરિવારની પરીણિત દીકરી પોતાના પિતાના ઘરે આવી હતી. જેથી તેનો પતિ રાહુલ સોની પણ પત્નીની પાછળ-પાછળ સાસરાના ઘરે ધસી આવ્યો હતો. જ્યાં પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા રાહુલે પોતાની પાસે રહેલી બાર બોરની બંદૂક કાઢીને ધડાધડ 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ.
શહેરના પોશ વિસ્તારમાં ખરા બપોરના સમયે ગોળીબારનો અવાજ સાંભળીને આજુબાજુના બંગલામાં રહેતા રહીશો પણ ભયના માર્યા બહાર દોડી આવ્યા હતા. બીજી તરફ આ બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાંથી પોલીસે ફાયરિંગ કરનાર રાહુલ સોનીની અટકાયત કરીને પોલીસ મથકે લઈ આવી છે.
પ્રાથમિક તપાસમાં બંગલાના કમ્પાઉન્ડ અને દરવાજા બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ તો FSLની ટીમે ઘટના સ્થળે પહોંચી પુરાવા એકત્ર કર્યાં છે. આ સાથે જ પોલીસ અટકાયતમાં રહેલ રાહુલ સોનીની પૂછપરછ હાથ ધરી છે.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
