<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

ગુજરાતમાં દારૂબંધી હળવી કરવા અંગે સરકારી ચિંતન શિબિરમાં સૂર ઉઠયો

‘ઇઝ ઓફ એન્‍જોયમેન્‍ટના પગલાંથી પ્રવાસન ક્ષેત્રને મોટા લાભ થાય'

અમદાવાદ, તા. ૧ : રાજયમાં સ્‍થાપનાકાળથી રાજય સરકારની ત્રણ દિવસની ચિંતન શિબિરમાં દારૂબંધી હળવી કરવાનો સૂર ઉઠયો છે. બે સિનિયર અધિકારીઓએ આ બાબતને સમર્થન આપ્‍યું છે. પણ આ બન્ને અધિકારીઓ કોના દ્વારા આ સૂચન થયું તે કહેવાનો સાફ ઇન્‍કાર કરી રહ્યાં છે. આ અધિકારીઓના કહેવા પ્રમાણે ત્રણ દિવસની શિબિરના અંતિમ દિવસે એક જુનિયર કક્ષાના અધિકારી દ્વારા આડકતરી રીતે દારૂબંધી હળવી કરવાનુૅ સૂચન થયું હતું અને એ સમયે બેઠકમાં સ્‍તબ્‍ધતા છવાઇ ગઇ હતસ. અધિકારીના જણાવ્‍યા મુજબ એ અધિકારીએ એમ સમજાવવાનો પ્રયત્‍ન કર્યો હતો કે, આપણે ઇઝ ઓફ લિવિંગની વાતો કરીએ છીએ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની વાતો કરીએ છીઅ તો ઇઝ ઓફ એન્‍જોયમેન્‍ટ શા માટે નહીં. જો આપણે ઇઝ ઓફ ઓફ એન્‍જોયમેન્‍ટ માટે પગલાં લઇએ તો રાજયમાં પ્રવાસન ક્ષેત્રને એનાથી મોટો લાભ થઇ શકે. દારૂબંધી હળવી કરવા માટે આડકતરી રીતે થયુલું આ સૂચન અધિકારઇઓમાં અને શિબિરમાં ભારે ચર્ચાસ્‍પદ બન્‍યું છે. ભૂતકાળમાં રાજયના સિનિયર અધિકારોઓ દ્વારા પ્રવાસન ઉદ્યોગને વિસ્‍તારવા માટે દારૂબંધી હળવી કરવા એકથી વધુ વખત સૂચનો થઇ ચૂકયાં છે, જેની અહીં યાદ અપાવવી રીહ છે.

ખુદ રાજય સરકારે પણ બે વર્ષ પહેલા ગાંધીનગરની ગિફટસિટીમાં રોકાણને વેગ આપવા સ્‍થાનિક ધોરણે દારૂ પીવા માટે છૂટછાટો જાહેર કરેલી છે. ત્‍યારે ર૦૩૦માં અમદાવાદમાં રમાનારી કોમનવેલ્‍થ ગેમ્‍સના સંદર્ભમાં દારૂબંધી વધુ હળવી કરવા રાજય સરકાર ઉપરોકત ભલામણ પછી શું પગલાં લે છે તે જોવું રહ્યું.

વધુમૉ વલસાડના ધરમપુર ખાતેના આશ્રમમાં યોજાયેલી ચિંતન શિબિર કંટાળાજનક ના બને તે માટે આનંદ-પ્રમોદને પણ સ્‍થાન અપાયું હતું. જેમ કે પ્રથમ દિવસે રાત્રે મંત્રીઓ અને અધિકારઇઓ ટીમ પાડીને ક્રિકેટ, વોલીબોલ, ટેનિસ જેવી રમતો રમ્‍યાં હતા. તો બે જૂથ ચર્ચાના સેશન વચ્‍ચે બ્રેકના  સમયમાં માનસિક થાક ઉતારવા અધિકારીઓ - મંત્રીઓને યોગાસન કરાવવામાં આવ્‍યા હતા. દરેક અધિકારી અને મંત્રીએ વલસાડથી તેજસ એકસપ્રેસ ટ્રેનમાં પરત ફરતી વખતે વારાફરતી ગીત ગાઇને, હાઉસી રમીને આનંદ કર્યો હતો.

(10:20 AM IST)