News of Monday, 1st December 2025
સુરત PCBનું મધ્યપ્રદેશમાં દિલધડક ઓપરેશનઃ ૧૦ વર્ષથી વોન્ટેડ બે અપરાધીઓને ઊંચકી લાવ્યા
પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતનુ ઓપરેશન વોન્ટેડ અભિયાન નવા કીર્તિમાન સ્થાપી રહ્યું છે, ૨૦ વર્ષથી વધુ વોન્ટેડ બે ડઝન આરોપીઓ ઝડપાયા બાદ વધુ એક ઓપરેશન સફળ : ASI જનાર્દન શર્મા, ASI દિપકભાઈ નરસિંહભાઈની બાતમી સચોટ પુરવારઃ ઓપરેશન સુકાની PCB પીઆઇ આર.એસ સુવેરા અકિલા સાથેની વાતચીતમાં અથ થી ઈતિ સુધીની ભીતરી વાતો વર્ણવે છે

રાજકોટ તા. ૧: ગંભીર ગુન્હાના આરોપીઓ પોલીસ પક્કડથી દૂર રહે, એ પોલીસની નિષ્ફળતા છે. આવા વોન્ટેડ અપરાધી રાજ્ય બહાર કે પાતાળમાં છુપાયા હોય તો તેમને શોધી કાઢવા જોઈએ,પોલીસ કમિશનરશ્રીની આ નીતિ મુજબ સુરત PCB દ્વારા વધુ બે આરોપીઓ ઝડપી લીધા છે તેમ સુરત PCB પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ સુવેરા એ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.પી.સી.બીના એ.એસ.આઇ જનાર્દન હરિચરણ તથા એ.એસ.આઇ દિપકભાઇ નરસિંહભાઇ નાઓને બાતમી હકીકત મળેલ કે ‘‘ ઉમરા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૨૬/૨૦૧૫ ઈ.પી.કો. કલમ -૩૯૪, ૧૧૪ મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓ. (૧) નીલેશ ઉમાપ્રસાદ પટેલ તથા (૨) કિરતુ ઉર્ફે કિર્તુ બિહારીલાલ પટેલ રહે. સુરદાહા ગામ, તા.ધનોર જી.પન્ના, મધ્યપ્રદેશ નાઓ હાલ તેઓના ગામ ખાતે હાજર છે.'' જે અંગે PI આર.એસ. સુવેરા નાઓએ મજકુર આરોપીઓ બાબતે ખાત્રી તપાસ કરાવતા બાતમી હકીકત સાચી જણાયેલ જેથી ઉપરી અધિકારીશ્રી ની લેખીત મંજુરી મેળવી આરોપીઓને પકડવા તાત્કાલીક ASI જનાર્દન હરિચરણ તથા ASI દિપકભાઇ નરસિંહભાઇ તથા HC ભરતભાઇ કોદરભાઇ નાઓની ટીમ બનાવી મધ્યપ્રદેશ ખાતે રવાના કરવામાં આવેલ જે ટીમ દ્વારા આરોપીઓ. (૧) નીલેશ ઉમાપ્રસાદ પટેલ ઉ.વ.૩૧ રહે. હાલ. સુરદાહા ગામ, તા.ધનોર જી. પન્ના, મધ્યપ્રદેશ તથા (૨) કિરતુ ઉર્ફે કિર્તુ બિહારીલાલ પટેલ ઉ.વ/૨૯ રહે. સુરદાહા ગામ, તા. ધનોર જી. પન્ના, મધ્ય પ્રદેશ વાળાઓને દબોચી લેવામા પી.સી.બીને સફળતા મળેલ છે.ઓપરેશન વોન્ટેડ અભિયાનના સુકાની પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ સુવેરાએ અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવેલ કે ઓપરેશન વોન્ટેડ અભિયાન અંતર્ગત અમારી ટીમ નકસલવાદ પ્રભાવિત વિસ્તાર એવા બિલાસપુર વિસ્તારમાં ૨૫ વર્ષ અગાઉ અપરાધ કરનાર આરોપી હોવાની બાતમી મળેલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પોતાને છાતીસગઢ રાજ્યના ઓથોરિટી સાથે સંબધ આધારે આ બાતમીની ખરાઈ કરાવી આપતા આખું ઓપરેશન સફળ થયેલ. ૨૦ વર્ષથી વધુ ફરાર એવા બે ડઝન આરોપીઓ પકડી નવો વિક્રમ સ્થાપિતકર્યો છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
