<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

ગુજરાત વિદ્યાપીઠમાં તા.૬ અને ૭મીએ સ્‍નાતક સંઘ શતાબ્‍દિ મહોત્‍સવ

આનંદીબેન ઉદઘાટક : આચાર્ય દેવવ્રતજી સમાપનમાં સમારોહમાં આવશે

રાજકોટ, તા.૧: મહાત્‍મા ગાંધી દ્વારા ૧૯૨૦ સ્‍થાપિત ગુજરાત વિદ્યાપીઠના સ્‍નાતક સંઘનો શતાબ્‍દી મહોત્‍સવ તા.૬-૭ ( શનિ-રવિ) ડિસેમ્‍બરે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ પરિસર ખાતે યોજાશે.

સ્‍નાતક શતાબ્‍દી મહોત્‍સવની અંગેકુલપતિ હર્ષદ પટેલે જણાવ્‍યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ વિદ્યાર્થી અને ઉત્તરપ્રદેશના રાજ્‍યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ ૬ ડિસેમ્‍બરે શતાબ્‍દી મહોત્‍સવનું ઉદ્ધાટન કરશે. જ્‍યારે ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગુજરાતના રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ૭ ડિસેમ્‍બરે સમાપન સમારોહમાં ઉપસ્‍થિત રહી માર્ગદર્શન આપશે. ભારત સરકારનાં યુવા અને રમતગમત મંત્રી અને ગુજરાત નઈ તાલીમ સંઘના પ્રમુખ શ્રી મનસુખભાઈ માંડવીયા અને ગુજરાત સરકારના કળષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ૬ ડિસેમ્‍બરે સાંજના સત્રમાં ઉપસ્‍થિત રહી શુભેચ્‍છા પાઠવશે.

૧૯૨૫ માં સ્‍થાપના થયેલ સ્‍નાતક સંઘને ૧૦૦ વર્ષ ૬ ડિસેમ્‍બરે પૂર્ણ થાય છે તે ઉપલક્ષ્યમાં ગત વર્ષ ૬ ડિસેમ્‍બર,૨૦૨૪ થી અત્‍યાર સુધી  ૧૫ સ્‍નાતક સંમેલન યોજવામાં આવ્‍યા છે. આ શતાબ્‍દી મહોત્‍સવમાં પધારવા માટે ૭ વિધાશાખાના ૧૮ વિભાગોના ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને અપાયું નિમંત્રણ આપવામાં આવ્‍યું છે.

આ બે દિવસ દરમિયાન ૮ સત્રોમાં વિવિધ પ્રસ્‍તુતિ  થશે . જેમાં ૨૦૦ થી વધુ તાાતકોનું થશે સન્‍માન કરવામાં આવશે તેમજ પૂર્વ વિદ્યાર્થીઓના સંસ્‍મરણોને યાદ કરવામાં આવશે. કાર્યક્રમમાં ગૂજરાત વિદ્યાપીઠ મંડળના સભ્‍યશ્રીઓ , સમાજના આગેવાનો, પૂર્વ સેવકો , શુભેચ્‍છકો ઉપસ્‍થિત રહી મારે અને શુભેચ્‍છા પાઠવશે.

 

 

(12:23 PM IST)