તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st December 2025
ચિંતન શિબિરમાં હર્ષ સંઘવીએ ભોજન સમારંભમાં જાતે ‘ઉબાડિયું' પીરસીને સૌને ખુશ કરી દીધા!
ગુલાબી ઠંડીમાં ‘બાડિયા'ની મજા માણીને મંત્રીઓએ તાજગી અનુભવીઃ વલસાડ અને દ.ગુજરાતની પરંપરાગત વખણાતી વાનગી ‘ઉબાડિયા'નો ભોજનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૧: વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ચાલી રહેલી રાજ્ય સરકારની ૧૨મી ચિંતન શિબિર દરમિયાન મંત્રીઓએ સ્થાનિક પરંપરાગત વાનગી બાડિયાનો સ્વાદ માણ્યો હતો. શુક્રવારે રાત્રે આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ અનેક સહિત મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ધરમપુરમાં ખાસ આયોજિત બાડિયા પાર્ટીમાં મંત્રીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે હર્ષ સંઘવીએ સ્વયં મંત્રીઓ અને અધિકારીઓને ઉબાડિયું પીરસીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
વલસાડ જિલ્લામાં ખાસ પ્રસિદ્ધ ગણાતી આ પરંપરાગત વાનગીનો સ્વાદ માણતા મંત્રીઓએ સ્થાનિક રસોઈ પરંપરાની ખૂબ પ્રશંસા કરી હતી.
આનાથી સ્થાનિક સંસ્કળતિ અને ભોજન પ્રત્યે તેમનો આદર ચિંતન શિબિરના વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે મંત્રીઓએ આ અનોખી પાર્ટીમાં હાજરી આપીને સૌહાર્દપૂર્ણ માહોલમાં વિરામનો આનંદ માણ્યો હતો. ધરમપુરમાં રાત્રે પડી રહેલી ગુલાબી ઠંડીમાં ઉબાડિયાની મજા માણીને મંત્રીઓએ તાજગી અનુભવી હતી.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
