News of Monday, 1st December 2025
ગણપત-મંજુ ફાઉન્ડેશન દ્વારા ગોવામાં ‘મેરીટાઇમ સ્કીલ કોન્ક્લેવ' સંપન્ન

(કેતન ખત્રી) અમદાવાદ,તા.૧: ગણપત યુનિવર્સિટી-ગોવા અને ગણપત-મંજુ ફાઉન્ડેશન તેમજ GIME (ગોવા ઇન્સ્ટીટયુટ ઓફ મેરીટાઇમ એક્સેલેન્સ) ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ઐતિહાસિક રાષ્ટ્રીય કાર્યક્રમ મેરિટાઇમ સ્કીલ કોન્ક્લેવ૨૦૨૫ નું તાજેતરમાં ગોવામાં આયોજન કરવામાં આવ્યું હતું.
આ મહોત્સવમાં દરિયાઈ ક્ષેત્ર, કાયદાકીય ક્ષેત્ર, કોર્પોરેટ જગત, શૈક્ષણિક સંસ્થાઓ તથા વૈશ્વિક નીતિ નિર્માતાઓના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો એક મંચ પર એકત્રિત થયા હતા. તેમનો હેતુ ગ્રીન મેરિટાઇમ ઇનોવેશનમાં ભારતની શક્તિશાળી આગેવાનીને વધુ મજબૂત બનાવવાનો હતો.
ગોવામાં મેરિટાઇમ ક્રાંતિનું વિઝન મેરિટાઇમ સ્કીલ કોન્ક્લેવ દરમિયાન ગોવાના માનનીય મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંતે પ્રવાસી અને કાર્ગો પરિવહન માટેના ‘વિઝનરી માસ્ટર પ્લાન'નું અનાવરણ કર્યું હતું.
તેમણે ગોવાને ભારતનું અગ્રણી ગ્રીન શિપબિલ્ડિંગ હબ બનાવવા માટેની મહત્ત્વાકાંક્ષા જાહેર કરી હતી.આ યોજનાનો કેન્દ્ર હાઇડ્રોજન અને એમોનિયા - તૈયાર જહાજો, ઑફશોર્સ રિન્યુએબલ સર્વિસ વેસલ્સ તેમજ અદ્યતન શિપ રિપેરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
