તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st December 2025
પાટણમાં ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે પૂ. રમેશભાઇ ઓઝાના વ્યાસાસને ગૌ ભાગવત કથાનો પ્રારંભ
હાથીની અંબાણી ઉપર મુખ્ય પોથી સાથે જાજરમાન પોથીયાત્રા નીકળીઃ ભાવિકો જોડાયા

(જયંતભાઇ ઠકકર દ્વારા) પાટણ તા. ૧: પાટણમાં હરીઓમ ગૌ શાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે તા. ૧ થી તા. ૭ ડિસેમ્બર દરમિયાન શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના વકતા સુપ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝા છે. પાટણના અનાવાડા સ્થિત હરીઓમ ગૌ શાળાના વિશાળ સંકુલમાં ૧૫,૦૦૦ શ્રોતાઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કથાનો શુભારંભ ૫૧ વાલ્મિકી સમાજની દીકરીઓના પગલાં પાડીને કરવામાં આવ્યો હતો.
આયોજકો દ્વારા શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પાટણના જીમખાના થી કથા સ્થળ સુધી પહોંચવા માટે વિનામૂલ્યે વાહનોની સુવિધા ઉપલબ્ધ રહેશે. દરરોજ ૫૦,૦૦૦ ભાવિકો માટે શુદ્ધ ગાયના ઘીમાંથી બનેલા સ્વાદિષ્ટ ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
કથાના શુભારંભ પૂર્વે ૨૯ ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરાયું છે. મુખ્ય દાતાઓના નિવાસસ્થાને પોથી પૂજન બાદ, પાટણ રેલવે સ્ટેશનથી બપોરે ૧-૦૦ કલાકે હાથીની અંબાડી પર મુખ્ય પોથી સાથે યાત્રા પ્રસ્થાન થયું હતું. આ યાત્રા વાજતે ગાજતે અનાવાડા કથા સ્થળે પહોંચી હતી. યાત્રાના માર્ગમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણી, એનર્જી ડ્રિંક અને પ્રસાદના વિતરણ માટે સેવા કેમ્પો ગોઠવવામાં આવશે.
આ પોથીયાત્રામાં મુખ્ય પોથી ઉપરાંત ૧૦૮ પોથી યજમાન પરિવારો પણ જોડાશે. ૧૦૮ કળશધારી બાલિકાઓ અને ૧૦૦૮ તુલસીના છોડ સાથે બહેનો પણ યાત્રામાં સહભાગી થશે. વિવિધ શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના ટેબ્લો પણ આ યાત્રામાં જોડાશે. આ ઉપરાંત, અનેક સંતો-મહંતો બગી ગાડીમાં બિરાજમાન થઈ ભાવિક ભકતોને દર્શનનો લાભઆપશે. આયોજકોએ પાટણ શહેર અને જિલ્લાના ધર્મપ્રેમી જનતાને મોટી સંખ્યામાં જોડાવા માટે જાહેર આમંત્રણ પાઠવ્યું છે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
