<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

અમદાવાદના વાડજમાં દંપતીની ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ ; 35 લાખથી વધુના ડ્રગ્સ સાથે 36.40 લાખનો મુદ્દમાલા જપ્ત

મહિલા આરોપી રાજેશ્વરી રાજસ્થાન સાંચોર ખાતેથી મામાના દીકરા પાસેથી એમ.ડી ડ્રગ્સ નો જથ્થો લાવી:મામાનો દીકરો સુભાષ ઉત્તર પ્રદેશના લખનઉ પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો

અમદાવાદ :  ક્રાઈમ બ્રાન્ચે એમ.ડી ડ્રગ્સના જથ્થો ઝડપી પાડ્યો છે. વાડજમાં એક દંપતીની ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરાઈ છે. કમલેશ કુમાર બિશ્નોઈ અને તેના પત્ની રાજેશ્વરી બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે. 357 ગ્રામ એમ.ડી ડ્રગ્સ, જેની કિંમત કુલ 35 લાખની થાય છે.  ડ્રગ્સના જથ્થા સહિત રૂપિયા 36.40 લાખનો મુદ્દમાલા જપ્ત કર્યો છે.

મહિલા આરોપી રાજેશ્વરી રાજસ્થાન સાંચોર ખાતે થી મામાના દીકરા પાસેથી એમ.ડી ડ્રગ્સ નો જથ્થો લાવી હતી. મામાનો દીકરો સુભાષ ઉત્તર પ્રદેશના લખનઉ પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો. વાડજ પાસે આવેલ ખત કોલોનીમાં દંપતી ભાડાના મકાન રાખી રહેતા હતા. આરોપી દંપતી રાજસ્થાન ઝાલોર જિલ્લા રહેવાસી છે. આરોપી કમલેશ બિશ્નોઈ છેલ્લા 4 વર્ષ થી અમદાવાદ રહે છે અને પત્ની એક વર્ષ થી અમદાવાદ માં રહે છે.

 

(6:43 PM IST)