<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

સુરતના રીંગરોડ ફ્લાયઓવર બ્રીજ ઉતરતી વેળાએ સહારા દરવાજા પાસે BRTS બસને અકસ્માત નડ્યો

બસ બ્રિજની રેલિંગ સાથે અથડાતા રેલિંગનો કેટલોક ભાગ તૂટીને નીચે પડ્યો

સુરતના સહારા દરવાજા પાસે બ્રિજ ઉતરતી વેળાએ BRTS બસને અકસ્માત નડ્યો હતો. બસ બ્રિજની રેલીંગ સાથે અથડાઈ હતી અને બ્રિજની રેલિંગ નો કેટલોક ભાગ તૂટીને નીચે પડ્યો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઈ ગયું હતું.

મળતી માહિતી મુજબ સુરતના રીંગરોડ ફ્લાયઓવર બ્રીજ ઉતરતી વેળાએ સહારા દરવાજા પાસે BRTS બસને અકસ્માત નડ્યો હતો, બસ બ્રિજની રેલિંગ સાથે અથડાઈ હતી જેથી રેલિંગનો કેટલોક ભાગ તૂટીને નીચે પડ્યો હતો.

અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકો એકઠા થઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી, અકસ્માત થવાના કારણે ત્યાં ટ્રાફિકજામ સર્જાયો હતો 

પ્રાથમિક માહિતી મુજબ બસમાં મુસાફરો પણ સવાર હતા અને અકસ્માતની ઘટનાને લઈને મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, જો કે અકસ્માત કઈ રીતે થયો તે હાલ માહિતી સામે આવી નથી.

(7:09 PM IST)