News of Monday, 1st December 2025
'હુડા' ના વિરોધ સામે સરકારે કોઈ પ્રતિક્રિયા ન આપતા* ખેડૂતોમાં આક્રોશ :12મીએ હિંમતનગર બંધની જાહેરાત
ખેડૂતોના આંદોલનને શહેરના વ્યાપારીઓએ પણ સમર્થન જાહેર કર્યું

હિંમતનગરમાં હુડાના વિરોધમાં આંદોલન હવે વધુ ઉગ્ર બની રહ્યું છે. સરકારે આ મામલે કોઈ જ નિર્ણય ન લેતા વિફરેલા ખેડૂતોએ હવે 12 ડિસેમ્બરે હિંમતનગર બંધનું એલાન આપ્યું છે.
સાબરકાંઠાના હિંમતનગરમાં હુડાના વિરોધમાં આંદોલન હવે ઉગ્ર બન્યું છે, જેના ભાગરૂપે હુડા આંદોલન સમિતિ દ્વારા 12 ડિસેમ્બરે બંધનું એલાન આપવામાં આવ્યું છે. હુડાના નોટિફિકેશન સામે ખેડૂતો છેલ્લા 90 દિવસથી સતત વિરોધ નોંધાવી રહ્યા છે. જોકે, સરકારે આ મામલે કોઈ જ નિર્ણય ન લેતા આંદોલનને વેગ મળ્યો છે. ખેડૂતોના આંદોલનને શહેરના વ્યાપારીઓએ પણ સમર્થન જાહેર કર્યું છે, જેના કારણે 12 ડિસેમ્બરના રોજ હિંમતનગરમાં સંપૂર્ણ બંધ પાળવામાં આવશે. ખેડૂતોની માંગ છે કે સરકારે તાત્કાલિક હુડાના નોટિફિકેશનને રદ કરવું જોઈએ.
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
