<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

અમદાવાદની ભદ્રકાળી માતાને ચૌહાણ પરિવાર તરફથી એક કિલોથી વધુ સોનાનો મુગટ અર્પણ

સૂક્ષ્મ કારીગીરી અને અનોખા ડિઝાઇનથી તૈયાર કરાયેલ આ સોનાનો મુકુટ માતાની પ્રતિમાને વધુ તેજસ્વી બનાવે છે.

અમદાવાદની નગરદેવી માતા ભદ્રકાળીને આજે ભકતિભાવથી સજ્જ એક અનોખી ભેટ અર્પણ કરવામાં આવી છે. શહેરના ચૌહાણ પરિવાર તરફથી એક કિલોથી વધુ વજન ધરાવતો સોનાનો મુગટ માતાજીને ચઢાવવામાં આવ્યો છે.

    આ ભવ્ય મુગટ બનાવવામાં આ પરિવારને લગભગ બે મહિના જેટલો સમય લાગ્યો હતો. સૂક્ષ્મ કારીગીરી અને અનોખા ડિઝાઇનથી તૈયાર કરાયેલ આ સોનાનો મુકુટ માતાની પ્રતિમાને વધુ તેજસ્વી બનાવે છે."છેલ્લા 25 વર્ષથી પરિવાર માતા ભદ્રકાળીના દર્શન કરવા આવીએ છીએ. માતાની કૃપાથી જ આ સેવા કરવાનો અવસર મળ્યો છે.

(9:22 PM IST)