News of Monday, 1st December 2025
હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવે નવો વિક્રમ સર્જ્યો:પ્રતિ મણ 1771 રૂપિયાનો ઊંચો ભાવ બોલાયો
મગફળીની વિપુલ આવક હોવા છતાં આટલા ઊંચા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂત આલમમાં ખુશીનો માહોલ

સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો માટે ખુશીનો માહોલ છે.રાજ્યના તમામ માર્કેટ યાર્ડ્સમાં મગફળીના ભાવ ગગડી રહ્યા હોય તેવા માહોલ વચ્ચે, હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવે નવો વિક્રમ સર્જ્યો છે
હિંમતનગર યાર્ડમાં મગફળીની વર્તમાન સિઝનનો અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ બોલાયો છે. પ્રતિ મણ 1771 રૂપિયાનો ઊંચો ભાવ બોલાયો છે. મગફળીની વિપુલ આવક હોવા છતાં ખેડૂતોને આટલા ઊંચા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂત આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
હિંમતનગર માર્કેટ યાર્ડમાં હાલમાં મગફળીની આવક ખૂબ જ વધારે છે, જેમાં રોજની અંદાજે 30000 થી 35000 બોરી મગફળીની નોંધ થઈ રહી છે. આવકમાં ભારે વધારો થવાને કારણે માર્કેટયાર્ડની બહાર પણ વાહનોની લાંબી કતારો લાગી રહી છે. મગફળીની આ વિશાળ આવકને કારણે હરાજીની પ્રક્રિયા પૂરી થતાં અંદાજે ત્રણ દિવસનો સમય લાગી રહ્યો છે. ઊંચા ભાવ મળતાં ખેડૂતો આ સમયનો લાભ લેવા અને વધુમાં વધુ મગફળી વેચવા માટે યાર્ડ તરફ આવી રહ્યા છે.
(8:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
