તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st December 2025
વડોદરામાં દુમાડ ચોકડી પાસે છોટા હાથી અચાનક જ પલટી મારી જતા એક યુવકનું મોત: એક ઘાયલ
નેશનલ હાઇવે 48 પર આવેલી દુમાડ ચોકડીથી જીએસએફસી બ્રિજ તરફ જતા રસ્તે ગમખ્વાર અકસ્માત સર્જાયો

વડોદરાઃ શહેરમાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. નેશનલ હાઇવે 48 પર આવેલી દુમાડ ચોકડી પાસે અકસ્માત સર્જાયો છે. જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, નેશનલ હાઇવે 48 પર આવેલી દુમાડ ચોકડીથી જીએસએફસી બ્રિજ તરફ જતા રસ્તે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતું છોટા હાથી અચાનક જ પલટી મારી જતા ડિવાઇડર કૂદી રોડની બીજી બાજુએ જતું રહ્યું હતું.
છોટા હાથીચાલક 21 વર્ષીય કલ્પેશ માળીને ગંભીર ઇજા થતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. જ્યારે તેની બાજુમાં બેઠેલા કિરણ મકવાણા નામના યુવકને પણ ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
(11:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
