<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

અદાણી મેરેથોન ૨૦૨૫માં ૨૧ કિમી દોડ આઠમી વાર પૂર્ણ કરી : આયુર્વેદિક જીવનશકિતનું પ્રેરક પ્રતિકઃ સોજીત્રા

અમરેલીના વૈદ્ય નિખીલેશ જાનીની સિધ્‍ધિ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨: આયુર્વેદિક વૈદ્ય નિખિલેશ જાની અમદાવાદ ખાતે યોજાયેલી અદાણી મેરેથોન ૨૦૨૫માં ૨૧ કિમીની હાફ મેરેથોન આઠમી વખત પૂર્ણ કરીને એક અનુષી ઉપલબ્‍ધિ હાંસલ કરી છે.  તેમણે સાબિત કર્યું કે આયુર્વેદિક જીવનશૈલી માત્ર આરોગ્‍યની પદ્ધતિ નહીં, પરંતુ માનવ શરીરને દીર્ઘકાળ સુધી શક્‍તિશાળી અને સક્રિય રાખતી જીવનઉર્જા છે.

મેરેથોન જેવી કઠીન પરીક્ષામાં સતત ભાગ લેવા પાછળનું તેમનું રહસ્‍ય શ્નસાત્‍યિક આહાર, યોગ, શ્વાસવિધિ, સમયસરની લયબદ્ધ જીવનશૈલી અને આયુર્વેદિક સિદ્ધાંતોનો કડક પાલન સમાજ માટે પ્રેરણાનું મજબુત કેન્‍દ્ર છે.

તાજેતરમાં અમરેલીના સમર્થ વ્‍યાયામ મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં  મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલનાં હસ્‍તે જાનીને વિશેષ સન્‍માન અને પ્રોત્‍સાહન આપવામાં આવ્‍યું.મુખ્‍યમંત્રીએ લોકોને વધુમાં વધુ આયુર્વેદિક જીવનપદ્ધતિ અપનાવી સ્‍વસ્‍થ અને ઉર્જાસભર જીવન જીવવા અનુરોધ કયાં. નિખિલેશ જાનીની આ સિદ્ધિ માત્ર વ્‍યક્‍તિગત વિજય નહીં. પરંતુ આયુર્વેદની શક્‍તિને જીવંત સાક્ષી છે કે નિયમિતતા, સાત્‍વિકતા અને પ્રકળતિ સાથેનું જોડાણ માણસને કેટલી ઉંચી મયાદાઓ સુધી પહોંચાડી શકે અને આ સિદ્ધિ મળવા બદલ પી.પી.સોજીત્રા દ્વારા વૈદ્ય નિખિલેશ જાનીને બિરદાવ્‍યા હતાં.

(10:49 AM IST)