<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

શ્રી સોમનાથ મહાદેવના દર્શને જમ્‍મુ-કાશ્‍મીરના ઉપરાજ્‍યપાલ મનોજ સિંહા

 

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.રઃ દ્વાદશ જ્‍યોર્તિલિંગોમા પ્રથમ શ્રી સોમનાથ મહાદેવના દર્શને જમ્‍મુ અને કાશ્‍મીરના માનનીય ઉપરાજ્‍યપાલ (LG) શ્રી મનોજ સિંહા  પધાર્યા હતા. તેમણે સોમનાથ મહાદેવના ભક્‍તિભાવપૂર્વક દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. આ મુલાકાત દરમિયાન, મહામહિમ શ્રી મનોજ સિંહાએ શ્રી સોમનાથ મહાદેવનો શાષાોક્‍ત મંત્રોચ્‍ચાર સાથે જલાભિષેક કર્યો હતો. સાથે જ, તેમણે મહાદેવને વિશેષ પૂજા સામગ્રી અર્પણ કરી લોકકલ્‍યાણ માટે પ્રાર્થના કરી હતી. શ્રી સોમનાથ ટ્રસ્‍ટ વતી જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાએ મહામહિમ ઉપરાજ્‍યપાલશ્રીનું ઉષ્‍માભર્યું સ્‍વાગત કર્યું હતું અને તેમને પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી આવકાર્યા  હતા. આ  પ્રસંગે મંદિરની પવિત્રતા અને દિવ્‍ય વાતાવરણ વચ્‍ચે ઉપરાજ્‍યપાલશ્રીએ મહાદેવની આરાધના કરી હતી. તેમજ શ્રી સોમનાથ મંદિરનો ગૌરવમયી ઇતિહાસ દર્શાવતો લાઈટ એન્‍ડ સાઉન્‍ડ શો નિહાળ્‍યો હતો.

(11:30 AM IST)