<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

જે.પી.નડ્ડાને જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવતા રામભાઇ મોકરીયા

રાજકોટ, તા., રઃ ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાનો આજે જન્‍મદિવસ છે.  રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ તેઓને જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવી છે.

રામભાઇ મોકરીયાએ જણાવ્‍યું છે કે, ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાની આગેવાનીમાં ભાજપ હરણફાળ ભરી રહયું છે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી અને કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ તથા ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડા  સંગઠન માટે સતત કાર્યરત રહીને લોકોને જુદી જુદી યોજનાનો લાભ મળે તે માટે સક્રિય રીતે સેવા આપી રહયા છે.  જે.પી.નડ્ડાની આગેવાનીમાં જુદી જુદી ચુંટણીઓમાં પણ ભાજપ વિજયનો વાવટો ફરકાવી રહયું છે. આવનારા સમયમાં પણ જે.પી.નડ્ડાના અનુભવનો  ભાજપને લાભ મળતો રહેશે તેમ રામભાઇ મોકરીયાએ જણાવ્‍યું છે.

(4:12 PM IST)