તા. ૨૩ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૫ શુક્રવાર
News of Wednesday, 3rd December 2025
૧૬ લાખ મતદારોનાં મૃત્યુ, ૪.૪૦ લાખ સરનામે ગેરહાજર
ચાર વિધાનસભા મતવિસ્તારમાં ૧૦૦ ટકા ડિજિટાઈઝેશન : ૨.૮૨ લાખથી વધુ મતદારો રિપીટેડ

અમદાવાદ તા.૩: સમગ્ર ગુજરાતમાં હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સથન સુધારણા ઝુંબેશમાં ગણતરીનો તબક્કો હવે, ૧૧મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં ૫ CEO કચેરીની સમગ્ર ટીમ તમામ ૬ જિલ્લાઓના ચૂંટણી અધિકારી અને સ્ટાફ સાથે સંક્લન સાધીને સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા કાર્યરત છે. હાલની સ્થિતિએ આ ગણતરી ઝુંબેશ દરમિયાન રાજ્યભરમાં ૧૬ લાખ જેટલા અવસાન પામેલ મતદારો મતદાર યાદીમાં સામેલ માલુમ પડયા હતા. જ્યારે ૪.૪૦ લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા હતા. ૨૩ લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું અને ૨.૮૨ લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
૨૦૨૫ની મતદાર યાદીમાંનોંધાયેલા પાંચ કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરાયું છે. રાજ્યના ૩૩ જિલ્લા પૈકી મોટાભાગના જિલ્લાઓમાં ૧૦૦ ટકા ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જ્યારે અમુક જિલ્લાઓમાં ૧૦૦ ટકા વિતરણનું લક્ષ્ય હાંસલ થવામાં છે. આ ફોર્મ પૈકી પરત મળેલા ફોર્મને ડિજિટાઈઝેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જે પૈકી કુલ ચાર વિધાનસભા મતવિસ્તારમાં ડિજિટાઈઝેશનની કામગીરી ૧૦૦ ટકા પૂરી થઈ ચૂકી છે. જેમાં બનાસકાંઠાની રાનેરા અને થરાદ, દાહોદની લીમખેડા અને રાજકોટની ધોરાજી બેઠકનો સમાવેશ થાય છે.
આ કામગીરીમાં ૯૩.૫૫ ટકા ગણતરી ફોર્મના ડિજિટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ કામગીરી પ્રગતિમાં છે.
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
