તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 3rd December 2025
બનાસકાંઠાના ધાનેરાના કુંવારલા ગામમાં હડકાયા શ્વાનનો આતંક : 13 લોકોને બચકા ભરતા ઘાયલ : બાળકી ગંભીર
ગામના સીમ વિસ્તારમાંથી લઈને રહેણાંક વિસ્તાર સુધી શ્વાનનો ખતરો જણાતા લોકો રાતભર જાગતા રહ્યા

બનાસકાંઠાના ધાનેરા તાલુકાના કુંવારલા ગામમાં હડકાયા શ્વાનના આતંકથી ગ્રામજનોમાં ભારે દહેશત ફેલાઈ છે. ગામમાં એક જ શ્વાને અચાનક હુમલો કરીને કુલ 13 લોકોને બચકા મારી ઘાયલ કરી દીધા છે. જેમાં 3 વર્ષીય બાળકીની હાલત અત્યંત ગંભીર હોવાને કારણે તેને તાત્કાલિક પાટણની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવી છે. ગામના સીમ વિસ્તારમાંથી લઈને રહેણાંક વિસ્તાર સુધી શ્વાનનો ખતરો જણાતા લોકો રાતભર જાગતા રહ્યા હતા. ઘટનાની જાણ થતા ગ્રામજનોએ તંત્રને જાણ કરી છે અને શ્વાનને ઝડપથી કાબૂમાં લેવા માંગણી ઉઠી છે
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
