<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

સુરતમાં ક્રિપ્ટો કરન્સીમાં લાલચ આપી તબીબ સાથે લાખોની છેતરપિંડી:ચાઇનીઝ ગેંગના આરોપીને જયપુરમાંથી ઝડપાયો

આરોપીના મોબાઇલમાંથી 16 જેટલા ડિજિટલ બેંક ખાતાઓ અને 48 જેટલા UPI ID મળ્યા :આ ખાતાઓ સામે NCCRP પોર્ટલ પર કુલ 63 ફરિયાદો નોંધાઈ છે

સુરતમાં ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ દ્વારા ઊંચો વળતર આપવાની લાલચ આપી તબીબ સાથે લાખોની છેતરપિંડી કરવામાં આવી છે. તબીબે ફરિયાદ નોંધાવતા સુરત સાયબર ક્રાઇમ સેલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા એક આરોપીને જયપુરમાંથી ઝડપ્યો છે. 

આરોપીએ તબીબને ટેક્નિકલ સલાહ અને ઊંચા નફાના નામે ₹21.55 લાખની રકમ વિવિધ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. તપાસ દરમિયાન આરોપીના મોબાઇલમાંથી 16 જેટલા ડિજિટલ બેંક ખાતાઓ અને 48 જેટલા UPI ID મળી આવ્યા છે. આ ખાતાઓ સામે NCCRP પોર્ટલ પર કુલ 63 ફરિયાદો નોંધાઈ છે, જેમાં મળી જુલાઈને ₹22.45 કરોડના સાયબર ફ્રોડ સંબંધિત નાણા હોવાનું બહાર આવ્યું છે. પોલીસ હવે આ ગેંગના અન્ય સભ્યોની શોધખોળ કરી રહી છે.

 

(12:28 PM IST)